ટોપીને પોલીસે 5 પેટીમાં ‘ટોપી’ પહેરાવી! તાલુકામાં ધંધાર્થી મદિરાના જથ્થા સાથે પકડાતા સેટલમેન્ટ કરીને મુક્ત કરી દીધો હોવાની ચર્ચા
રાજકોટ શહેરમાં દારૂ કે આવા કેસમાં પોલીસના હાથે ચડે એટલે જેવો અને જેટલો માલ એવો તાલ મુજબ ધંધાર્થી ક્યાંય નહીં એવું તો જવલ્લે જ બને. તાલુકા વિસ્તારમાં એક ધંધાર્થી ટોપી પાંચ પેટીમાં પકડાતા પોલીસે પેટીમાં સેટલમેન્ટ કરીને મુક્ત કરી દીધો હોવાની જય હો થયાની ચર્ચા છે.

ખાનગી સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ ગત સપ્તાહે તાલુકા વિસ્તારમાંથી એક લાલો મદિરાના જથ્થા સાથે ચોક્કસ પોલીસના હાથે લાગ્યો હતો. કેસ તો ક્યાંય થયો નથી કે કરાયો નથી. જેનો મતલબ સાફ કે સ્પષ્ટ નીકળ્યો હશે કે ચોક્કસ આંકમાં ગોઠવણ થઈ ગઈ હશે. એવી વાત છે કે, જે તે વિસ્તારમાં માહિર મનાતા ચોક્કસ સ્ટાફ, કર્મીના હાથમાં ટોપી પાસેથી પાંચ પેટી હાથ લાગી હતી. પાંચ પેટી મળી આવતા ટોપી સાથે ચોક્કસ એક મોટા હજારોના આંકમાં પતાવટ થઈ હતી.
આ પણ વાંચો : મહોરમ પર્વને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ : આવતીકાલથી બે દિવસ તાજિયાના આ રૂટ પર વાહનોને નો-એન્ટ્રી
રાજીપો થઈ જતાં ટોપીને કાંઈપણ કહ્યા, કર્યાં વિના મુક્તિ મળી ગઈ હતી અને પોલીસ તથા ટોપીની ‘જય હો’ થઈ હતી. આવી નાની-મોટી ગોઠવણોનો કદાચ ઉપરી અધિકારીઓને ખ્યાલ નહીં રહેતો હોય, અધિકારીને પણ અંધારામાં રાખી દેવાતા હશે. જો કે લાલ પાણીમાં ટોપી પકડાયાની, ગોઠવણ થયાની, જવા દેવાયાની ઉપરોક્ત બાબતો ઓનપેપર ક્યાંય નથી. માત્ર લાગતા-વળગતાઓમાં ચર્ચાતી વાતો છે જેથી જો અને તો કે અફવારૂપ જ માનવું રહ્યું.