આજે મધ્યરાત્રીથી આકાશમાં લીઓનીડ્સ ઉલ્કાવર્ષાનો અદ્ભૂત નજારો જોવા મળશે: નરી આંખે જોઈ શકાશે ઉલ્કાવર્ષા
દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા.1-2 નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો મધ્યરાત્રિ બાદથી 30 નવેમ્બર સુધી લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે.
તા. 16 થી તા.18મી નવેમ્બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્કા વર્ષા મહત્તમ જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજયના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે.
“જાથા’ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બરના પ્રારંભથી તા.30 સુધી સિહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી 10થી 15 અને વધુમાં વધુ 100 (એકસો) ઉલ્કા વર્ષા અવકાશમાં જોવા મળે છે. ત્રણ દિવસ અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળશે. સિહની ઉલલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્રબિંદુ સિહરાશિમાં હોવાથી તેને સિહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે. ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં દ્રશ્યમાન જોવા મળશે.
