એ હાલો…’ગરબે’ઘુમવા રાજકોટવાસીનાં પગ થિરકયાં : હુડો,રંગલો,મધુબંસી,ટીંબલી,ગોરસનાં સ્ટેપ પર ઝૂમશે ખૈલયાઓ
રાજકોટવાસીઓ એ સાતમ-આઠમ પહેલાથી પ્રેક્ટિસ સાથે પસીનો પાડવાનું શરૂ કરી ફિટ રહી નવાં સ્ટેપ્સ પર પગ થિરકાવી રહ્યાં છે. રાજકોટમાં આમ તો ઠેર ઠેર રાસોત્સવનાં આયોજનો થાય છે.વર્ષોથી 15 થી વધુ મુખ્ય ગણાતાં અર્વાચીન ગરબાનાં આયોજનો થાય છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સોસાયટીઓ અને જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા પણ રાસ ગરબાની રમઝટ બોલે છે. ગરબે ઘુમવાની વાત આવે એટલે બાળકોથી માંડીને વડીલોનાં પગ થિરકવા લાગે છે.

આ વર્ષે રાજકોટમાં અર્વાચીન ગરબામાં કાઠીયાવાડી ગરબા સાથે સુરતી અને અમદાવાદની સ્ટાઇલનો તડકો લાગ્યો છે. અર્વાચીન સાથે પ્રાચીન તાલનો પણ સમન્વય જોવા મળશે.બે,ચાર,છ તાળીનાં મુખ્ય બેઇઝ પર દર વર્ષે અલગ અલગ સ્ટાઇલ સાથે નવા સ્ટેપ બને છે.

રાજકોટમાં પ્રાચીન ગરબીની પ્રેક્ટિસ કે જેમાં બાળાઓ દ્વારા થઈ રહી છે તો શહેરમાં અનેક જગ્યાએ સમર વેકેશન પૂરું થયા બાદ ગરબા માટેની પ્રેક્ટિસ સાથે ખેલયાઓ મહેનત કરી રહ્યા છે.દાંડિયા રાસ કલાસનાં સંચાલકોનાં મત અનુસાર,કલાસ ઉપરાંત હવે સોસાયટીઓ અને કલબ હાઉસમાં ગરબા માટેની પ્રેક્ટિસ કરાવાય છે.રાજકોટમાં ન્યુ તાલ એકેડમી ચલાવતાં ધૈર્ય પારેખએ આ વખતનાં સ્ટેપ્સ વિશે કહ્યું કે,આ નવરાત્રિએ ગરબામાં અલિપ્ત થઈ રહેલા મધુબંસી,છકડો ટ્રેડિશનલ જે તાળીઓ સાથે રમાય છે તે આ વખતે અમે ખેલૈયાઓને શીખવ્યો છે. સામાન્ય રીતે આ સ્ટેપ કાઠીયાવાડમાં લગ્ન પ્રસંગમાં રમાતા હોય છે ૨૦ વર્ષ પહેલાં આ તાલથી ગરબા રમતા હતા તે આ વર્ષે ફરીથી લોકોને જોવા મળશે.

આખાય ગુજરાતમાં ગરબે રમાય છે પણ રાજકોટનાં ખેલેયાઓ જેવી એનર્જી અન્ય ક્યાંય જોવા નહીં મળે તેમ જણાવતાં જેમઅપ કલાસીસનાં પ્રદીપકુમાર જણાવે છે કે,ગરબામાં સુરતનું સુરતી દોઢીયું, વડોદરાનું રંગત અને ગોરસની છાંટ નવા સ્ટેપમાં જોવા મળશે. આ ઉપરાંત હુડો રંગતાળી, રંગલો,પોપટીયું જેવા સ્ટેપ સાથે આ તાલમાં વેરીએશન સાથે રાસ રસિયાઓ રમઝટ બોલાવશે.
અર્વાચીન ગરબામાં પ્રાચીન ગરબાની છાંટ સાથેનાં સ્ટેપ જોવા મળશે:ધૈર્ય પારેખ
અત્યાર સુધીમાં હજારો લોકોને ગરબા શીખવનાર ન્યુ તાલ ગ્રુપનાં ધૈર્ય પારેખએ આ વખતે ક્યાં સ્ટેપનો ટ્રેંન્ડ છે એ વિશે માહિતી આપી હતી.28 સ્ટેપ,31 સ્ટેપ તેમજ ટીંબલી અને એમાં પણ ફેન્સી ટીંબલી રમવા મળી જાય તો ખેલૈયાઓને થાક પણ લાગતો નથી અને આખો ગરબો પૂરો થાય ત્યાં સુધી નોન સ્ટોપ રમે છે. આ ઉપરાંત ગામડાઓમાં રમાતા ટ્રેડિશનલ દોઢીયા, મધુબંસી,છકડો તાલમાં રાસરસિયાઓ ગરબે ધૂમતા નજરે પડે છે. તેમના જણાવ્યા અનુસાર ગરબા રમવા એ ગરબા શીખવા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી હોતી જેના કારણે રાજકોટમાં બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલો પણ ગરબે રમે છે. ગરબા રમવામાં 70 વર્ષનાં મહિલાની સ્ફૂર્તિ યુવાનો જેવી હોય છે એટલે દેશ વિદેશમાં ગુજરાતનાં ગરબાની જમાવટ છે.

આપણાં ખૈલયાઓની ખાસિયત ઈંગ્લીશ અને મરાઠી ગીતો પર ઝૂમી ઉઠે:પ્રદીપ કુમાર
20 વર્ષથી દાંડિયા શીખવતાં જેમઅપ એકેડમીનાં પ્રદીપકુમારએ કહ્યું કે, દર વર્ષે નવરાત્રીમાં અલગ અલગ સ્ટેપ આવે છે ખેલૈયાઓને મજા પડી જાય તે સ્ટેપ રમતાં તે થાકતા નથી. એમાં આ વર્ષે હુડો,,પોપટીયું,રંગલો અને વેસ્ટર્ન પચીયું સ્ટેપ ઇન ટ્રેન્ડ છે. સુરત વડોદરા અને અમદાવાદના ખેલૈયાઓ કરતા સૌરાષ્ટ્રના એમાં પણ રાજકોટના ખેલૈયાઓની ગરબે રમવાની ક્ષમતા વધારે છે.આથી જ ચલતીમાં આપણને કોઈ ન પહોંચી શકે… 3 તાળી ટીટોડો,ગોરસ,સુરતી પણ ફેન્સી દોઢીયુ ખેલૈયાઓને રમવું ગમે છે. આપણે ત્યાં ગરબાની ખાસિયત એ છે કે,ગુજરાતી- હિન્દી ગીતો સાથે મરાઠી અને ઇંગ્લિશ ગીતો સાથે ગરબે ઘૂમીને આનંદ માણે છે.
આદિત્ય ગઢવી,ગીતા રબારી અને ભૂમિ ત્રિવેદીનાં ગીતો પર ખૈલયાઓ થિરકસે..
આ વખતે બોલીવુડ ના ગીતો સાથે ગુજરાતી ફિલ્મોના ગીતો ગરબા માં ધૂમ મચાવી રહ્યા છે જેના પર અત્યારે ખેલૈયાઓ જો પ્રેક્ટિસ કરી રહ્યા છે ખાસ કરીને “આવીને આવી જોગણી…રુડી રાત રે જોગણી… હાલાજી તારા હાથ વખાણું,વાગે રે વાગે રે વનરાવનમાં મોરલી વાગે છે…તારી મધમીઠી વાતે મારું મન મોહી લીધું,નવલખાય લોબળિયાવાળું, ઝૂલણ મોરલી વાગે રે… પણ ઝૂમી ઉઠશે રાજકોટવાસીઓ….