- ૫ કરોડની કિમતના ખેરના લાકડા સાથે એકની ધરપકડ
સુરત જિલ્લા વન વિભાગ એ પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરી નું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. થોડા સમય પહેલા લાકડા ભરેલ ટ્રક ઝડપાયો હતો અને તેનું પગેરું છેક એમ પી સુધી જતા માંડવી વન વિભાગ ટિમ એમ પી પોહચી અલી રાજપુર નજીક ડેપો માં સંતાડેલ લાકડા મળી 5 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી ડેપો મેનેજર આરીફ અલી અમજલ અલીની ધરપકડ કરી હતી.
માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે. જ્યાં જંગલ વિસ્તાર માંથી છેલ્લા ઘણા સમયથી લાકડા ચોરો સક્રિય બનીને લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પરંતુ આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો .
જંગલનાં વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફત અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા. આવી જ રીતે ગત 14 મી જુનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ ની ટીમે માંડવી દક્ષિણ રેંજના જંગલી વિસ્તારમાંથી એક ખેરના લાકડા ચોરીની એક ટ્રક ઝડપી પાડી હતી.ઝડપાયેલ ટ્રક નું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં છવાયુ હોવાની માહિતી વન વિભાગની ટીમને મળી હતી. જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ એ તાત્કાલિક મધ્યપ્રદેશ ના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો. અને જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપો માંથી પાંચ કરોડથી વધુનો મુદ્દા માલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો. જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કરી. આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફઅલી અમજલ અલી મકરાની ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગેવગે કરાતું હતું. લાકડા ચોરી કસરનાર વિરાપ્પાનો દક્ષિણ ગુજરાતના જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરતા હતા . તેઓ માત્ર સુરત જિલ્લા માજ જ નહીં પરંતુ નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા ના જંગલિય વિસ્તારો માંથી પણ ચોરી કરતા હતા. હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગ એ લાકડાં ચોરી ના ગુના ની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધી દક્ષિણ ગુજરાત માંથી કોના મારફત લાકડા ની ચોરી કરાતી હતી એ બાબતે તપાસ શરૂ કરી છે.