૬૩.૮૦ લાખની ચોરીનો ભેદ ૧૨ કલાકમાં ઉકેલાયો
પૂર્વ કર્મચારીએ આપેલી ટીપને આધારે ચોરીનો પ્લાન ઘડાયો’તો
તિજોરી કાપવા વપરાયેલી ડ્રિલ સહિત તમામ મુદ્દામાલ રિકવર
રાજકોટમા મવડીમાં હીરાના કારખાના મા થયેલી રૂ. ૮ લાખ રોકડ અને ૫૫ લાખના હીરા મળી રૂ.૬૩.૮૦ લાખની ચોરનો ભેદ રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમા ઉકેલી નાખ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ ને મળેલી મહત્વની કડીને આધારે એક પછી એક કુલ ચાર શખ્સોને રાજકોટ અને સુરત પોલીસે દબોચી લીધા હતા અને આ ટોળકી પાસેથી તિજોરી કાપવામાં ઉપયોગમા લેવાયેલ ડ્રિલ સાથે રોકડ અને હીરા મળી તમામ મુદ્દમાલ રિકવર કરવામા આવ્યો હતો. પેઢીના એક પૂર્વ કર્મચારીએ આપેલી ટીપને આધારે સમગ્ર ચોરીને પૂર્વ આયોજિત કાવતરુ રચી અંજામ આપવમાં આવ્યો હતો જોકે પોલીસને મળેલી એક કડીએ આ ચોરીમા સડોવાયેલ ચાર શખ્સોને પકડી તેમનો ઇરાદો પાર પાડવા દીધો ન હતો. રાજકોટ અને સુરતથી આ ચોરીના માસ્ટર માઇન્ડ સહિત ચારેની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
મવડી ગામ નજીક બાપાસિતારામ ચોકમા સીવીક ઇમ્પેક્ષ નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે શ્રીજી ડાયમડ પેઢી ધરાવતા માધાપર ચોકડી પાસે સ્પેસ હાઇટ્સ એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા મુકેશભાઇ ગોપાલભાઇ દુધાત્રાની હીરાની પેઢીમાં બુકાનીધારી તસ્કરોએ ઘુસી શટરના તાળા તોડી તિજોરીને ગ્રાઇન્ડર-કટરથી કાપી અદર રાખેલી ૮ લાખની રોકડ અને પોલીશ કામ માટે સુરતથી આવેલા ૫૫,૮૦,૩૦૦ના ૧૨૩.૫૭ કરેટ વજનના હીરાની ચોરી કરી ગયા હતા. ચોરીનો ભેદ ઉકેલવા તાલુકા પોલીસ સાથે એલસીબી ઝોન-૨,ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં બુકાનીધારી શકમંદો નજરે પડયા હતા. તેના આધારે શરૂ થયેલી તપાસમા પોલીસને મહત્વની કડી મળી હતી જેના આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી. અને રાજકોટથી એક શખ્સની ધરપકડ કર્યા બાદ તપાસમા સુરતના શખ્સની નામ ખૂલ્યું હતુ. રાજકોટ પોલીસે આ અગે સુરત પોલીસને જાણ કરતા ચોરી કરી ભાગેલા બન્ને શખ્સો સુરતથી પકડાઈ ગયા હતા.
સુરત અને રાજકોટ પોલીસની સહીયારી મહેનત રગ લાવી અને એક પછી એક ચાર શખ્સો પોલીસ સકજામા આવી ગયા હતા. રૂ.૬૮.૮૦ લાખની ચોરીનો સુત્રધાર ગણાતા ઉપલેટા પથકના પરેશ મૂંગલપરા સાથે ઢોલરીયા અટક ધરી એક શખ્સ તેમજ તથા એના સાગ્રીત અને સાવરકુંડલા કડાયેલ એક શખ્સ જે શ્રીજી ડાયમડ પેઢીમાં અગાઉ નોકરી કરી ચૂક્યો હોય તેની પાસે શ્રીજી ડાયમડ પેઢીની તમામ ગતિવિધિની માહિતી હતી તેને મુખ્ય સૂત્રધાર પરેશ જે આ અગાઉ વર્ષ ૨૦૧૫ મા ભાવનગરમાં થયેલ ૪૫ લાખની ચોરી અને રાજકોટમા વર્ષ ૨૦૧૬ મા થયેલ એક મોટી ચોરી સહિતના અનેક ચોરીના ગુનામા સડોવાયેલ હોય તેને માહિતી આપી હતી અને પરેશે તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી આ ચોરીને અંજામ આપવા માટે પ્લાન બનાવ્યો હતો. પરેશ પોતે હીરાના ધંધાનો જાણકાર હોય ચોરી કરેલા હીરા સુરત વેચવા માટેની યોજના હતી પરતુ તે પૂર્વે પોલીસે આખી ટોળકીને ઝડપી લીધી હતી.
પોલીસે ચોરીમા તિજોરી તોડવા ઉપયોગમા લીધેલ ડ્રિલ તેમજ ૮ લાખ રોકડ સહિત તમામ રૂ.૬૩.૮૦ લાખનો મુદ્દમાલ રિકવર કર્યો હતો. ચોરીનો ભેદ કલાકોમા ઉકેલાઇ જતા ઉચ્ચ અધિકારીઓએ પણ રાહતનો દમ લીધો હતો.