રાજ્યની ક્રેડિટ સોસાયટીઓના પ્રશ્નોની સહકાર ભારતી દ્વારા રજૂઆત
- મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વ્યક્તિગત ચર્ચા કરી યોગ્ય કરવાની ખાતરી આપી
રાજકોટ
રાજ્યની ક્રેડિટ સોસાયટીઓના પ્રશ્નોની રજૂઆત કરવા ગુજરાત પ્રદેશ સહકાર ભારતીનું પ્રતિનિધિ મંડળ જગદીશભાઈ વિશ્વકર્માને મળ્યું હતું અને જુદા જુદા સહકારી પ્રશ્નોની ચર્ચા કરી હતી.દરેક ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના એકાઉન્ટ ઉપરાંત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સભાસદોના એકાઉન્ટ પણડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્કમાં જ હોવા જોઈએ એ બાબતે સહકાર મંત્રીએ રાજ્યભરમાં જીલ્લા કક્ષાએ સહકારી અધિકારીઓને સાથે રાખી બેઠકો કરેલ હતી.
સહકાર મંત્રીએ જણાવ્યું કે, સરકાર ખુલ્લા મનથી વૈયક્તિક સંવાદ કરી કાયદાની યથાર્થતા જાળવી બધી જ વ્યાજબી માંગો સ્વીકારવા સરકાર કટિબદ્ધ છે.
જીલ્લા સહકારી બેંક ઉપરાંત અર્બન કોઓપરેટીવ બેંકોમા ક્રેડિટ સોસાયટીઓને ખાતા ખોલવા તથા ડિપોઝિટ રાખવાની છૂટ આપવા તૈયાર છે.સભાષદોના ખાતા બાબત સરકાર વ્યવહારૂ વલણ રાખે છે અને એ બાબતે કોઈ ભય રાખવાની જરૂર નથી.
જીલ્લા સહકારી બેંકો અને જીલ્લા સહકારી સંઘો પ્રાથમિક મંડળીઓને સભ્યપદ આપતા નથી , એમાં મંડળીઓના મંડળીગત ગુણદોષ પ્રમાણે રજૂઆત કરવામાં આવશે તો સરકાર સો ટકા મદદરૂપ થશે.
પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો કરતા વધું લાભ આપે છે જેવાં કે, વધું વ્યાજદર, મંડળીના કાર્યાલય પર આવી વ્યવહારની સગવડતા અને ઓનલાઇન સેવાઓ ની સુવિધાઓ, ક્યું આર કોડ પણ બનાવી આપે.
જિલ્લા સહકારી સંઘ તથા જિલ્લા સહકારી બેંક ની અંદર સહકારી મંડળીઓને પૂરતું પ્રતિનિધિત્વ મળે લાયક મંડળીઓને એપેક્ષ સંસ્થાઓમાં સભ્યપદ મળવું જ જોઈએ. કારણ સહકારી ક્ષેત્રે સભ્યપદ ખુલ્લુ અને સ્વૈચ્છિક છે.
DICGC સ્કીમ હેઠળ મંડળીમાં મુકેલ ડિપોઝિટને સલામત બનાવવા સરકાર પ્રયત્નશીલ છે.
બીજી અગત્યની માંગ એ છે કે ઘણી મંડળીઓ પાસે ડિપોઝિટ અપૂરતી રહે છે, જો ક્રેડિટ સોસાયટીઓને બે઼કની માફક સાર્વજનિક કે ધાર્મિક ટ્રસ્ટો, એ.ઓ.પી. અને અન્ય ક્રેડિટ સોસાયટીઓની સરપ્લસ ડિપોઝિટ સ્વીકારવારની છૂટ મળે તો સહકારી પ્રવૃત્તિમાં અને નાના ધિરાણમાં ખૂબ જ વેગ આવે. એ માટે આવી સંસ્થાઓને શેર સભાસદ બનાવવાની છૂટ પણ આપવી જોઈએ.
સહકાર ભારતી ના આ પ્રતિનિધિમંડળ માં જીવણભાઈ ગોલે વિનોદભાઈ બરોચિયા, વશરામભાઈ ચોવટીયા .કરસનભાઈ ટીંબડીયા, તુલસીભાઈ મુગરા, ડો. એન.ડી. સીલુ ,જયેશભાઈ સંઘાણી, નાથાભાઈ ટોળીયા ,અનિરુદ્ધભાઈ નથવાણી , વિભાભાઈ મિયાત્રા યશભાઈ સોજીત્રા વગેરે જોડાણા હતા