રાજકોટમાં સ્પાના માલિકે નોકરીના પ્રથમ દિવસે જ મહિલાકર્મી પર આચર્યું દુષ્કર્મ : અફિણની ગોળી આપ્યાનો આરોપ
રાજકોટ શહેરમાં બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા સ્પા પાર્લરમાં મસાજના નામે દેહના સોદા કે આવા ધંધાઓ ચાલતા હોવાનું જગજાહેર જેવું છે. યુનિવર્સિટી રોડ પર પંચાયત નગર ચોકમાં આવેલા સ્પામાં તો ખુદ સ્પા માલિક ભરત નામના શખસે જ સ્પામાં ગ્રાહકોને મસાજ કરવા માટે નોકરીએ લાગેલી મહિલા કર્મચારી પર પ્રથમ દિવસે જ દુષ્કર્મ ગુજાર્યાના તેમજ અન્યત્ર સ્પા પર લઈ જઈ અફિણની ગોળી આપવાના પ્રયાસ થયાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : રાજકોટનાં નાના મવાનાં 8 જેટલાં મિલ્કતધારકોનાં દસ્તાવેજોની તપાસ: રિપોર્ટ તૈયાર, 5 વર્ષનાં મિલકતોના દસ્તાવેજો ચકાસ્યા
રાજકોટમાં પતિથી એક વર્ષથી અલગ સગીર પુત્ર સાથે રહેતી મધ્યપ્રદેશની મહિલા મસાજ અનુભવ ધરાવતી હોય અને તે અંગે સર્ટિફિકેટ પણ હોવાથી આર્થિક જરૂરિયાત માટે નોકરીની શોધમાં હતી. ગૂગલ પર સર્ચ કરીને યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક શાંતિ નિકેતન પાર્ક-1માં શ્રીજી કૃપા બિલ્ડિંગમાં ચાલતા રોયલ વેલનેશ સ્પાના માલિક ભરતનો સંપર્ક સાધ્યો હતો અને ત્રણ માસ પૂર્વે 10 હજાર પગાર સાથે નોકરી પર લાગી હતી.
આ પણ વાંચો : Vice Presidential Polls: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર; 9 સપ્ટેમ્બરે મતદાન, આ તારીખ સુધીમાં ઉમેદવારી નોંધાવાશે
નોકરીના પ્રથમ દિવસે સવારે અગિયારેક વાગ્યે એક વ્યક્તિ આવ્યો હતો જેનું મહિલાએ બોડી મસાજ કરી આપ્યું હતું. થોડીવાર બાદ સ્પાનો માલિક ભરત મહિલા પાસે આવ્યો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. ખરાબ વર્તન કરીને કહ્યું કે, મારે બોડી મસાજ નહીં તારી સાથે સેક્સ માણવું છે. મહિલાએ તે આવું નથી કરતી કહી વિરોધ કર્યો પરંતુ ભરતે મહિલાના હાથ પકડી નિર્વસ્ત્ર કરીને દુષ્કર્મ ગુજાર્યુ હતું. મહિલાએ આરોપી પાસેથી છૂટવા પ્રયાસ કરેલો પરંતુ તેના હાથમાં આંગળીમાં અગાઉ ફ્રેક્ચર થયેલું હોવાથી પ્રતિકાર ન કરી શકી.
દુષ્કર્મ ગુજાર્યા બાદ ધમકી આપી કે કોઈને કહીશ તો તને અને તારા દીકરાને રાજકોટમાં રહેવા નહીં દઉં. મહિલા ડરના કારણે ઘરે ચાલી ગઈ. બીજા દિવસે ભરતે સવારે ફોન કર્યો કે તારું આધાર કાર્ડ લેતી આવજે, જો નહીં આવે તો ગઈકાલની વાત તારા પતિને કહી દઈશ. ડરી ગયેલી મહિલા સ્પા પર ગઈ હતી જ્યાં હાજર ભરત આપણે બીગબજારની બીજી બ્રાન્ચે જવાનું છે કહી બુલેટમાં બેસાડીને બીગબજાર પાસે આવેલા માઈલ સ્ટોન સ્પા ખાતે લઈ ગયો હતો જ્યાં ભરતે મહિલાને અફિણની ગોળી બતાવી હતી અને કહ્યું કે આ ગોળી ખાવાથી ખુબ જ મજા આવે છે. મહિલાએ આવી ગોળી ખાવાની ના કહી દીધી અને ભરત ફરીથી દુષ્કર્મ ગુજારશે તેવો ડર લાગતા તે ઘરે ચાલી ગઈ હતી. નોકરી છોડી દીધી હતી.
આ પણ વાંચો : ભાઈ પાસેથી પૈસા પડાવવા બહેન ભત્રીજી સાથે થઇ’તી લાપત્તા ! રાજકોટમાંથી ગુમ થયેલ ફઇ-ભત્રીજીને પોલીસે શોધી કાઢ્યા
દરમિયાનમાં થોડા દિવસ પહેલાં ગત તા.12ના રોજ મહિલા નાનામવા સર્કલ પાસેથી સ્પાર્ક વેલનેશ સ્પામાં નોકરી કરતી હતી ત્યાં ભરત આવી ચડયો હતો અને તું કેમ અમારા સ્પામાં કામકરવા આવતી નથી કહી ફડાકા ઝીં કી દીધા હતા અને બહાર નીકળ એટલે તને પતાવી દેવી છે, તું રાજકોટ નહીં છોડી દે તો તને, તારા પતિ તથા પુત્રનેપતાવી દઈશ કહી ધમકી આપી ચાલ્યો ગયો હતો. મહિલાએ દુષ્કર્મનો ઘૂંટડો ઉતારી લીધા બાદ પણ ભરતે અઢી માસ વિત્યે પણ પીછો ન છોડતા ભરત વિરૂધ્ધ ગઈકાલે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
