માણસ નહીં હેવાન , 10 વર્ષી બાળા સાથે 10 બદમાશોનું દુષ્કર્મ, ક્યાં બન્યું ? વાંચો
હૈદરાબાદમાંથી એક આઘાતજનક ઘટના બહાર આવી હતી. અહીં 10 જ વર્ષની એક બાળા સાથે 10 જેટલા જંગલી જેવા બદમાશોએ દુષ્કર્મ આચર્યું હતું. આ હિચકારી ઘટના બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાળા ગર્ભવતી થઈ ગઈ હતી. આ ઘટનાની સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે. હેવાનો પર ફિટકાર વરસી રહ્યો છે.
પોલીસે મીડિયાને એવી માહિતી આપી હતી કે બાળાને બદમાશોએ દુષ્કર્મ પહેલા નશીલી દવા પીવડાવી હતી ત્યારબાદ મોઢું કાળું કર્યું હતું. બધા જ 10 બદમાશોને પોલીસે પકડી લીધા હતા અને સારી સરભરા કરી હતી. હૈદરાબાદના કચીગુદા વિસ્તારમાં આ હિચકારી ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ 25 જૂનના રોજ નરેશ અને વિજય નામના બે બદમાશોએ પોતાના બીજા મિત્રોની સહાયથી બાળા સાથે દોસ્તી કરી હતી અને ત્યારબાદ તેણીને ધરાર ઉપાડી ગયા હતા. ત્યારબાદ બાળાને ધરાર નશીલી દવા પીવડાવી હતી અને તેને માર પણ મારવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓના બાઇક અને મોબાઈલ સહિતની ચીજો જપ્ત કરી હતી.
પકડાયેલ અન્ય હરામખોરોમાં વાંગમારે બાલાજી, ગૂનદુતી કૃષ્ણા, કિરણકુમાર, અજય, જેમ્સ ઝેવિયર અને વાંગમારે દીપકનો સમાવેશ થાય છે. નરેશ અને વિજય મુખ્ય આરોપી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને બાળાની સારવાર પણ કરાવી હતી.