Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં મગફળી ઉત્પાદનમાં 8.58 લાખ ટનનું મોટું ગાબડું: SEA ના ગ્રાઉન્ડ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Mon, October 26 2026

ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કાગળ પર સુકાળ અને વિપુલ કૃષિ ઉત્પાદનના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક જમીની હકીકત તેનાથી તદ્દન વિપરીત ચિત્ર રજૂ કરી રહી છે. દેશની અગ્રણી ઓઇલ ઇન્ડસ્ટ્રી સંસ્થા ‘ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (SEA) દ્વારા હાથ ધરાયેલા તાજા ગ્રાઉન્ડ સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2026-27 માં ગુજરાતમાં મગફળીનું કુલ ઉત્પાદન ઘટીને 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગત વર્ષના 41.88 લાખ મેટ્રિક ટનની સરખામણીએ ઉત્પાદનમાં સીધો 8.58 લાખ મેટ્રિક ટન એટલે કે આશરે 20.5% નો તોતિંગ ઘટાડો નોંધાતાં ખેડૂતો તેમજ ઓઇલ મિલર્સમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

ગુજરાતમાં મગફળી વાવેતર અને ઉત્પાદનની જિલ્લાવાર સ્થિતિ

જિલ્લો2025-26 વાવેતર (લાખ હે.)2025-26 ઉત્પાદન (લાખ ટન)2026-27 વાવેતર (લાખ હે.)2026-27 ઉત્પાદન (લાખ ટન)2026-27 સરેરાશ ઉતારો (મણ/વીઘા)
અમરેલી2.502.812.253.3812.00
ભાવનગર1.161.811.142.0014.00
જામનગર2.255.632.173.2612.00
દેવભૂમિ દ્વારકા2.174.611.890.713.00
જૂનાગઢ2.224.442.305.3218.50
ગીર-સોમનાથ0.911.590.922.4021.00
પોરબંદર0.852.130.820.717.00
રાજકોટ3.306.603.255.9014.50
મોરબી0.721.530.601.2016.00
સુરેન્દ્રનગર0.450.680.430.6412.00
સૌરાષ્ટ્ર સબ ટોટલ16.5331.8215.7825.5312.74
કચ્છ1.303.090.641.1114.00
સાબરકાંઠા0.851.540.831.4013.50
અરવલ્લી0.741.300.671.0913.00
બનાસકાંઠા1.603.091.422.4914.00
અન્ય જિલ્લાઓ0.701.051.381.7310.00
કુલ (ગુજરાત)22.0241.8820.7133.3012.86

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં ‘અર્નબ’ વાવાઝોડું સક્રિય: 14 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી વચ્ચે પહાડોમાં હિમવર્ષાથી ઠંડીનો પ્રારંભ

ખેતરો અને યાર્ડ્સમાંથી 20 અનુભવી સભ્યો દ્વારા પ્રત્યક્ષ સર્વે

SEA દ્વારા છેલ્લા 16 વર્ષથી આ વિશ્વસનીય ગ્રાઉન્ડ સર્વે કરવામાં આવે છે. આ અંગે સંસ્થા સાથે સંકળાયેલા પ્રવીણભાઈ આસોદરિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ આંકડા માત્ર બંધ બારણે તૈયાર કરાયેલા સરકારી રિપોર્ટ જેવા નથી. સંસ્થાના 20 અનુભવી સભ્યોની ટીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ કૃષિ પંથકોમાં જાતે ભ્રમણ કર્યું હતું. ટીમે પ્રત્યક્ષ ખેતરોમાં જઈને વાવેતરની જાળી માપી, વાવણી પછી પડેલા લાંબા વરસાદી ખેંચનું આકલન કર્યું અને 2,000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, સ્થાનિક ઓઇલ મિલર્સ તેમજ વિવિધ માર્કેટિંગ યાર્ડની સક્રિય હરાજીઓમાંથી સીધા વાસ્તવિક તારણો એકત્ર કર્યા હતા.

દાણાનો ભરાવ ઓછો અને ઉતારામાં ધરખમ ધોવાણ

સર્વેના તારણ મુજબ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતાં અને જમીનમાં પૂરતો ભેજ ન જળવાતાં મગફળીના દાણાનો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી. ગુણવત્તામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે; ગત વર્ષે પ્રતિ 1 કિલો મગફળીમાંથી સરેરાશ 750 ગ્રામ દાણા નીકળતા હતા, જે આ વર્ષે ઘટીને 700 ગ્રામથી પણ ઓછા રહી ગયા છે. સૌથી કફોડી હાલત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં થઈ છે:

દેવભૂમિ દ્વારકા: ગત વર્ષે વીઘાદીઠ 17 મણનો સરેરાશ ઉતારો હતો, જે આ વર્ષે ગગડીને માત્ર 3 મણ પ્રતિ વીઘે આવી ગયો છે. પરિણામે ઉત્પાદન 4.61 લાખ ટનથી ઘટીને માત્ર 0.71 લાખ ટન થઈ ગયું છે.

પોરબંદર: સરેરાશ ઉતારો 20 મણથી ઘટીને માત્ર 7 મણ રહ્યો છે અને ઉત્પાદન 2.13 લાખ ટનથી ઘટીને 0.71 લાખ ટન થઈ ગયું છે.

અસમાન વરસાદ અને દુષ્કાળ રાહત જાહેર ન થતાં ખેડૂતોમાં રોષ

ચાલુ મોસમમાં ચોમાસા દરમિયાન વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું હતું. એક જ જિલ્લાના ચોક્કસ તાલુકામાં સારો વરસાદ નોંધાયો હોય તો તેની અડીને આવેલો અન્ય તાલુકો સાવ કોરોધાકોડ રહ્યો હતો. સિંચાઈ કે પિયતની કાયમી વ્યવસ્થા ન ધરાવતા સામાન્ય ખેડૂતોના ઊભા પાક સુકાઈ ગયા હતા અથવા તો ઉતારો નહિવત આવ્યો હતો. વાસ્તવિક સ્થિતિ સામે આવી હોવા છતાં સરકાર અછત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં આંખ આડા કાન કરી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે, જેથી ખેડૂતો પાક નુકસાનીના વળતર અને સરકારી સહાયથી વંચિત રહી ગયા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા મગફળીના પાકમાં 20.5% નો મોટો ઘટાડો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સિંગતેલ ઉદ્યોગ અને બજાર પર પણ દૂરગામી અસરો પાડશે. વરસાદની અનિયમિતતા સામે ઝઝૂમી રહેલા ધરતીપુત્રોને થયેલા આર્થિક નુકસાનમાંથી ઉગારવા માટે સરકારે ગ્રાઉન્ડ રિયાલિટી સ્વીકારી તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય રાહત પેકેજ જાહેર કરવું અનિવાર્ય બન્યું છે.

Tags:

AgriculturalSurveyAgricultureNewsCropShortfallFarmersImpactFoodSecurityGroundnutProductionGujaratFarmingSEAGroundSurveySustainableFarming

Share Article

Other Articles

Previous

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રજાલક્ષી નિર્ણય: શહેરમાં હવે રવિવારે પણ 7 આધાર કેન્દ્રો કાર્યરત રહેશે

Next

બંગાળની ખાડીમાં ‘અર્નબ’ વાવાઝોડું સક્રિય: 14 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી વચ્ચે પહાડોમાં હિમવર્ષાથી ઠંડીનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2027 માં દોડશે: દરિયા નીચે 7 કિમી ટનલ અને જમીનથી 100 ફૂટ નીચે BKC અંડરગ્રાઉન્ડ સ્ટેશન
8 મિનિટutes પહેલા
2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલ્તાનપુર સ્પેશિયલ MP-MLA કોર્ટે કેસ રદ કર્યો
12 મિનિટutes પહેલા
પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાના વાહનો વચ્ચે ટક્કર: સદનસીબે જાનહાનિ ટળી, તમામ સુરક્ષિત
17 મિનિટutes પહેલા
શિયાળા પૂર્વે જ મહાનગરોમાં વાયુ પ્રદૂષણનો પ્રકોપ: મુંબઈનો AQI 322 અને અમદાવાદનો 186 ને પાર પહોંચ્યો
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3795 Posts

Related Posts

દેવદિવાળી પછી લગ્નની શરણાઈ ગુંજશે: 1 મહિનામાં 40 હજાર લગ્ન, વેડિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 25 ટકા ભાવ વધારો
ગુજરાત
12 મહિના પહેલા
અમેરિકામાં H-1B વિઝા નિયમોમાં ધરમૂળથી ફેરફારની તૈયારી: છેતરપિંડી આચરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી, ભારતીય પ્રોફેશનલ્સમાં ચિંતા
ઇન્ટરનેશનલ
4 સપ્તાહs પહેલા
દિગ્ગજોના વારસદારો મેદાન પર દેખાડશે દમ: ઓસ્ટ્રેલિયા સામેની આગામી શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત!
સ્પોર્ટ્સ
2 મહિના પહેલા
આચાર અને વિચારમાં વિકૃતતા વધતાં બનાવો બને છે: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર