Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝ

સુરતમાં મન્ચુરિયનની પ્લેટમાંથી નીકળ્યો મૃત ઉંદર: ચાઇનીઝ સેન્ટરને ₹10 હજારનો દંડ

Wed, July 22 2026

સુરત : “હજુ ખાશો બહારનું?” આ સવાલ હવે સુરતના લોકોને ફરી સતાવી રહ્યો છે. સચિનના પાલી ગામમાં આવેલા જય હનુમાન ચાઈનીઝ સેન્ટરમાં એક ગ્રાહકે મન્ચુરિયન ઓર્ડર કર્યું અને પ્લેટમાં જે નીકળ્યું તે જોઈને તેના હોંશ ઉડી ગયા. પ્લેટમાંથી મૃત ઉંદર નીકળ્યો. ગ્રાહકે વીડિયો બનાવી વાયરલ કરતાં જ ફૂડ વિભાગ દોડતું થયું. તપાસમાં ખુલ્યું કે દુકાન ગંદકીથી ભરેલી હતી અને લાયસન્સ વગર જ ચાલતી હતી.

મન્ચુરિયનમાં મૃત ઉંદર, વીડિયો વાયરલ થતાં ફેલાયો રોષ 

સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલી જય હનુમાન ચાઈનીઝ સેન્ટરની આ ઘટના છે. એક ગ્રાહકે મન્ચુરિયનનો ઓર્ડર આપ્યો. ખાતી વખતે પ્લેટમાંથી મૃત ઉંદર નીકળતા તે ચોંકી ગયો.

ગ્રાહકે તરત જ આખી ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો. વીડિયોમાં રસોડામાં ભારે ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક બનાવાતો હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો.

આ પણ વાંચો: રાહુલ-પ્રિયંકા સહિતના સાંસદોનું અનોખું પ્રદર્શન: NEET પેપર લીક અને લાઠીચાર્જ મુદ્દે સરકારને ઘેરી

ફૂડ સેફ્ટીની રેડ, ખુલ્લી અનેક બેદરકારી 

ફરિયાદ મળતાં જ સચિન સાઉથ ઝોન ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. તપાસમાં સામે આવ્યું કે:

– રસોડામાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ હતો

– ખાદ્ય સામગ્રી ગંદા વાતાવરણમાં સંગ્રહિત હતી

– ફૂડ સેફ્ટીના કોઈ નિયમોનું પાલન થતું નહોતું

લાયસન્સ વગર ચાલતી હતી દુકાન, ફટકારાયો ₹10 હજારનો દંડ 

તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો. આ ચાઈનીઝ સેન્ટર સુરત મહાનગરપાલિકાનું ટ્રેડ લાયસન્સ લીધા વગર જ ગેરકાયદેસર રીતે ચાલતી હતી.

ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ બદલ ફૂડ વિભાગે દુકાનદારને ₹10,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ કડક સૂચના આપી છે કે:

– તાત્કાલિક સંપૂર્ણ સ્વચ્છતા રાખવી

– ખોરાક સ્વચ્છ વાતાવરણમાં જ બનાવવો

– તમામ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવું

અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરી આવી બેદરકારી મળશે તો વધુ કડક કાર્યવાહી થશે.

શહેરમાં ખાદ્ય સુરક્ષા પર ફરી સવાલ

આ ઘટનાએ સુરતમાં સ્ટ્રીટ ફૂડ અને નાના ફૂડ સેન્ટરોની સ્વચ્છતા પર ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. લોકોની માંગ છે કે નિયમિત ચેકિંગ થવું જોઈએ.

ફૂડ સેફ્ટી વિભાગે પણ જાહેરાત કરી છે કે શહેરભરના શંકાસ્પદ ફૂડ સેન્ટરો પર વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે.

Tags:

ChineseCenterConsumerRightsCulinarySurprisesDeadRatFinedFoodborneIllnessFoodInspectionsFoodQualityFoodSafetyHealthAwarenessHygieneStandardsManchurianPlatePublicHealthRestaurantSafetySafetyFirstSURATSuratNewsUnacceptableViralNews

Share Article

Other Articles

Previous

અનંતનાગમાં આતંકી હુમલો: ફરજ પરના હેડ કોન્સ્ટેબલ શહીદ, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ

Next

રાહુલ-પ્રિયંકા સહિતના સાંસદોનું અનોખું પ્રદર્શન: NEET પેપર લીક અને લાઠીચાર્જ મુદ્દે સરકારને ઘેરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
2 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
2 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
2 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

લાગણીનું રોલરકોસ્ટર અને હાસ્યના ફૂવ્વારા એટલે ‘ઉડન છૂ’
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી શું કહ્યું ચેરમેન જયમીન ઠાકરે જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
ફેંસલો, નાગરિક બેન્કની ચૂંટણીમાં આજે મતગણતરી
રાજકોટ
2 વર્ષ પહેલા
જંગલેશ્વરમાં લગ્નની લાલચે 17 વર્ષીય તરૂણીનું અપહરણ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર