- મવડી રોડ પર પાઇપ નાખવા ખાડા ખોદીને ડામર નાખવાના બદલે થૂકના સાંધા માર્યા : એક તરફનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોને ન છૂટકે રોગ સાઈડમાં ચાલવું પડે છે
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના પૂર્વે મેયરના વોર્ડના રસ્તાઓની હાલત ઉબડખાબડ બનવા પામી છે.મવડી બાયપાસ પરના રોડની હાલત એટલી ખરાબ બની છે કે,અહી લોકોને વાહન ચલાવીને નીકળવામાં પણ જીવનનું જોખમ છે.ઉપરાંત અહી પાઇપ નાખવા માટે ડામરના રોડને ખોદી નાખવામાં આવ્યો હતો.અને કામગીરી પૂર્ણ થયા બાદ પણ અહી હજુ સુધી ડામરનો રોડ બનાવવામાં આવ્યો નથી.જેથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના રસ્તાઓ પર જાણે ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના કોઈપણ રોડ પર તમે ફરી લો, તમારે ડામર રોડ શોધવા માટે બિલોરી કાચની જરૂર પડે. રાજકોટ શહેરના મવડી વિસ્તારના રોડ હોય કે ગોંડલ રોડ પર માલધારી ફાટક સહિતના તમામ રોડ પર માત્રને માત્ર ભ્રષ્ટાચારની ચાડી ખાતા જોવા મળે છે.

ત્યારે તમે મવડી બાયપાસ પરના રસ્તાઓની બદસૂરત તસવીર જોઈ શકો છો.અહીનો વિસ્તાર તો ડેવલોપ થઈ ગયો છે. પરંતુ રસ્તાઓને મનપા ડેવલોપ કરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.ઉપરથી આ વોર્ડ પૂર્વ મેયરનો છે છતાં પણ અહીના રોડની હાલત બિસ્માર બની છે.મવડી બાયપાસ પરના રોડ પર થોડા સમય પૂર્વે પાઇપ નાખવામાં આવ્યા હતા.અને બાદમાં આ કામગીરી પૂર્ણ થતાં મનપાના અધિકારીઓને અહી ખાડાઓની માથે માત્ર માટી જ નાખી દીધી હતી.અને ડામરનો રોડ પણ ન બનાવ્યો હતો.
જેથી સામાન્ય વરસાદમાં જ આ માટી તો ધોવાઈ ગઈ હતી. અને રોડ વચ્ચે જ ખાડાઓ પડતાં આ રોડ ફોર લેન બની ગયો હતો.જેથી વાહન ચાલકોને ન છૂટકે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું પડી રહ્યું છે.આમ અન્ય વોર્ડ સાથે પૂર્વ મેયરના વોર્ડના જ રસ્તાઓની હાલત પણ બિસ્માર બનીય ગઈ છે.જેથી મનપા અહી થોડું ધ્યાન આપી તહેવાર બાદ અહી મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ છે.