બાંગ્લાદેશ સરકારે શેખ હસીના સામે કેવું પગલું લીધું ? વાંચો
- શેખ હસીનાનો ડિપ્લોમેટીક પાસપોર્ટ રદ
- બાંગ્લાદેશની વચગાળાની સરકારે કરી જાહેરાત ,હસીનાના સહયોગીઓના પાસપોર્ટ પણ રદ ; હસીના સામે 44 કેસ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે. આ સાથે તેના અન્ય સહયોગીઓના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે. રાજદ્વારી પાસપોર્ટ રદ થયા બાદ શેખ હસીના માટે મુશ્કેલી વધી છે.
એક મોટો નિર્ણય લેતા બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ્દ કરી દીધાની સત્તાવાર જાહેરાત થઈ હતી. પાસપોર્ટ રદ કરવા પાછળનું કારણ એ છે કે શેખ હસીના સામે અત્યાર સુધીમાં 44 ક્રિમિનલ કેસ નોંધાયા છે. આ સાથે હજુ પણ કેટલાક કેસ દાખલ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમના પર નિયંત્રણો લાદવા માટે તેમનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવો જરૂરી છે.
હસીનાનું હવે શું થશે ?
શેખ હસીના હાલમાં ભારતમાં શરણ લઈ રહી છે અને તે અન્ય કેટલાક દેશોમાં પણ શરણ લેવાની યોજના પર કામ કરી રહી છે. બાંગ્લાદેશની છેલ્લી સરકારે તેનો રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યા બાદ હસીનાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ સાથે, છેલ્લી સરકારે તેના ઘણા સહયોગીઓના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કર્યા છે, જેથી તેઓ બાંગ્લાદેશથી ભાગી ન શકે અથવા જો તેમાંથી કેટલાક બહાર ગયા હોય તો તેઓ અન્ય દેશોમાં મુસાફરી કરવા સક્ષમ ન બને તેમ બાંગ્લાદેશ માને છે.