જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત ‘રાજકોટ’ચમકયું: ગોલ્ડ પેનલમાં વિનીત વસા બિનહરીફ
જેમ્સ એન્ડ જવેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલમાં પ્રથમ વખત “રાજકોટ”ચમકયું છે અને પ્રતિનિધિત્વ કરવાની ઐતિહાસિક તક મળી છે.રાજકોટનાં જાણીતા યુવા ઉદ્યોગપતિ અને લોટસ ગ્રુપનાં વિનીત વસા ગોલ્ડ પેનલમાં ચૂંટાયા છે.સૌરાષ્ટ્ર- કચ્છનાં ઇન જવેલનાં સંયુક્ત પ્રયાસોનાં પરિણામે GJEPC (જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)માં સૌરાષ્ટ્ર-કચ્છનું સર્વપ્રથમ પ્રતિનિધિત્વ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ વિનીતભાઈ નલિનભાઈ વસાને મળ્યું છે.
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં ઐતિહાસિક પગરણ તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રીય જ્વેલરીના ઉત્પાદકો અને ઉદ્યોગપતિઓના સંયુક્ત પ્રયાસો થકી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (જીજેઈપીસી )ની કાર્યકારી ટીમમાં પ્રથમ વાર એક બેઠક સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રને ભાગે આવી છે. જેને કારણે હવેથી સૌરાષ્ટ્ર-કચ્છ રિજીયનના પ્રશ્નો, જરુરિયાતો, સૂચનો જીજેઈપીસીમાં કાઉન્સિલ તથા કેંદ્રમાં યોગ્ય સ્તર સુધી પહોચાડવા તથા દેશભરમાં પ્રસારવા માટે એક્જુટ થઈ સહિયારા પ્રયાસ દ્વારા હલ થઈ શકશે.
આ પણ વાંચો :ભારત-પાક. વચ્ચે મેચ રમાવાની છે તો પછી સુનાવણી શા માટે કરવી ? સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
1966માં ભારત સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્થાપિત, ભારત સરકારમાન્ય પરિષદ GJEPC દેશનું રત્ન અને આભૂષણ ઉદ્યોગનું સર્વોચ્ચ સંગઠન છે, જે દેશભરમાં 8000થી વધુ નિકાસકાર સદસ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધીમાં તેણે ભારતને રત્નો અને આભૂષણોની નિકાસમાં વૈશ્વિક અગ્રણી તરીકે પોતાને સ્થાપિત કરી છે. વિશેષમાં નાણાકીય વર્ષ 2024-25માં જેમ્સ અને જ્વેલરી નિકાસ 28.5 અબજ યુ.એસ. ડોલર પર પહોચી હતી, જેના કારણે ભારતની કુલ જી.ડી.પી. માં લગભગ 7% અને માલની કુલ નિકાસમાં આશરે 15% યોગદાન મળ્યું હતું. વળી નિકાસ પ્રમોશનના માટે સંસ્થા દ્વારા ભારતના સૌથી મોટા તથા તથા વિશ્વના સહુથી મોટા ગણાતા એક જેમ એન્ડ જ્વેલરીના બી.ટુ.બી. શોનું પણ આયોજન કરવામાં આવે છે. તેમાં આઈ.આઈ.જે.એસ. પ્રીમિયર જેવા શો પણ સામેલ છે, અને જેસીકે લાસ વેગાસ (યુએસએ) અને વિક્સેન્ઝાઓરો (ઈટાલી) જેવા વૈશ્વિક વ્યાપાર મેળામાં ભારતીય આભૂષણ પ્રસ્તુત કરે છે.
આ પણ વાંચો :રાજકોટનો મેળો પૂરો, બિલ બાકી ! લોકમેળા સમિતિને રૂ.35 લાખના નફાનો અંદાજ
સૌરાષ્ટ્ર-કચ્છ જવેલરી ઇન્ડસ્ટ્રીઝનાં મુખ્ય પ્રશ્નો ઉકેલાય તેવી આશા
GJEPC (જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા) વહિવટ ચલાવવા માટે દર વર્ષે જ્વેલરી ઉધોગના જુદા જુદા સેગમેંટમાંથી સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિઓ ચૂંટવામાં આવે છે, જેને પેનલ મેમ્બર કહેવાય છે. હાલમાં જ જાહેર થયેલી એડમિનિસ્ટ્રેટીવ કમિટી માટેની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર -કચ્છ એસોસીએશન દ્વારા સર્વસંમતિથી લોકલ તથા ડોમેસ્ટીક જ્વેલરી એસોસીએશનમાં જવાબદારી ધરાવતા અને લોટસ જ્વેલરી ક્રિયેશન નામથી જ્વેલરી ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગપતિ વિનીતભાઈ નલિનભાઈ વસાની માન્ય પ્રતિનિધિ તરીકે ગોલ્ડ પેનલમાંથી વિનીતભાઈએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી, જયપુર અને કોલકતાના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ ભરેલ. પરંતુ, ફોર્મ પરત ખેંચતા સર્વે જ્વેલરી વ્યવસાયીઓના સહયોગ થકી વિનીતભાઈ વસા બિનહરિફ ઉમેદવાર રૂપે ચુંટાઈ આવેલ છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છને જેમ્સ-જ્વેલરી કાઉન્સિલમાં સર્વપ્રથમ વાર પ્રતિનિધિત્વ મળેલ છે, જે સૌરાષ્ટ્ર–કચ્છ જ્વેલરી ઉદ્યોગ માટે ઐતિહાસિક અને ગૌરવની વાત છે. આ પ્રતિનિધિત્વ મળવાને કારણે પ્રાદેશિક જરુરિયાતોને વાચા મળશે તથા તેમને આ પ્રતિનિધિત્વ સાંપડવાને કારણે રાષ્ટ્રીય મંચ પર યોગ્ય સ્થાન મળશે.તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છના જ્વેલરી ઉદ્યોગોને જરૂરી વાચા મળશે
