રાજકોટ : ધંધાના નામે પટના બોલાવી રૂપિયા પડાવતી ગેંગ સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલ
- ધંધાના નામે પટના બોલાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પર ડોળો !
- શાપર તથા પડવલાના બે કારખાનેદારો પાસે લાખો રૂપિયાની ખંડણી લીધામાં પ્રથમ વખત એફઆઈઆર થઈ
- વેપારીઓ પટણાની ઝંઝટથી બચવા મોં ન ખોલતા હોવાની જાણકારોમાં વાત
શાપર-વેરાવળ તથા પડવલા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં કારખાનું ધરાવતા બે ઉદ્યોગકારોને ધંધાના વિકાસ, ડીલના નામે પટણા બોલાવી ત્યાં ગોંધી રાખીને લાખોની ખંડણી પડાવતી ગેંગ સામે ગઈકાલે પ્રથમ વખત શાપર-વેરાવળ પોલીસ મથકમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ છે અને પટણા પોલીસ તરફ તપાસ અર્થે રવાના કરાઈ છે. અગાઉ પર અન્ય વેપારીઓ આ ખંડણીખોર ગેંગનો ભોગ બન્યા હોવાનું અને બનાવ પટણામાં બનતો હોવાથી એફઆઈઆર પણ ત્યાં જ કરવી પડે. ત્યાં કેસ સમયે ધક્કા થાય આવી ઝંઝટ કે ડરના કારણે ગુના ન નોંધાવાતા હોવાથી ખંડણીખોર ગેંગ વધુ ફાવી અમદાવાદમાં પણ પટણાની ગેંગ સામે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળે છે.
રાજકોટમાં રહેતા અને પડવલામાં મહાદેવ ઈન્ડ. એરિયામાં શિવાય એન્ટરપ્રાઈઝ નામે એલ્યુમિનિયમ ઇંગોટ બનાવવાનું કારખાનું ધરાવતા સાથે સ્ક્રેપનું કામ કરતા મહેક અરજણભાઈ ચોવટિયા અને તેની સાથે કૌટુંબિક કાકા આશિષ ભડેરીને ઝારખંડ ચરહીમાં સેન્ટ્રલ કોલ ફિલ્ડ લિમિટેડ નામે એલ્યુમિનિયમ મેટલનું મોટું કામ હોવાનું અને ૨૦૦ ટન એલ્યુમિનિયમ જોઈતું હોવાની ડીલ કરીને શિવરાજ સની અને તેની ગેંગે શિકાર બનાવ્યા હતા. ઓનલાઈન ડીલ બાદ કરાર માટે પટના બોલાવાયા હતા. બન્ને ગત તા. ૨૭ના ફ્લાઈટ મારફતે પટના ગયા ત્યાં તેમને વેપારીના સ્વાંગમાં કાર લેવા આવી હતી. બન્નેને કારમાં બેસાડી એક વાડીએ લઈ જવાયા હતા. મોબાઈલ ફોન લઈ લેવાયા, એકાઉન્ટમાં હતા એ નાણાં ટ્રાન્સફર કરી લેવાયા હતા. ગન બતાવીને એક કરોડની ખંડણી માગવામાં આવી હતી.
કારખાનેદાર યુવકને માર મારતા હોય તેવા વીડિયો કોલ કરીને દશ્યો બતાવાયા. પુત્રને મરણતોલ માર પડતો જોઈને ડરી ગયેલા યુવકના પિતાએ બેન્ક એકાઉન્ટમાં ૨.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં બન્નેને છોડી મુકાયા હતા. યુવકના પિતાએ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ગઢિયાનો સંપર્ક કર્યો હતો અને જે બનાવ બન્યો તેનાથી વાકેફ કર્યા હતા. આ જ ઢબે અને એ જ પટના ગેંગનો શાપર-વેરાવળના એક ઉદ્યોગકાર પણ શિકાર બન્યા હતા. ઓટો પાર્ટ્સ કાસ્ટિંગના કારખાનેદાર અન્યને સાથે લઈ પટના ગયા હતા. તેમણે પણ એરપોર્ટ પર કાર લેવા આવી હતી ને ત્યારબાદ બિઝનેસમેનના સ્વાંગમાં રહેલી ખંડરીખોર ગેંગે બંદૂકો બતાવી વાડીએ ગોંધી રાખી માર મારીને ૩૫ લાખ જેવી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી. માર્કેટિંગ સ્કીલ, ડ્રાઈવિંગ, ડિલિંગ અને માર મારવા સહિતના ૧૦થી ૧૨ શખસોની આ ગેંગ અપહરણ કરી દોઢ-બે કરોડથી ખંડણીની માંગણી કરે પછી જે મળે તે લઈને મુક્ત કરી દે.
શાપરના ઉદ્યોગકારે જે તે સમયે ફરિયાદ ન્હોતી નોંધાવી પરંતુ પડવલાના કારખાનેદાર રાજકોટમાં નાનામવા રોડ પર રહેતા યુવકે ફરિયાદ નોંધાવતા પટનર ગેંગના ઉદ્યોગકારોને ફસાવવાના ખંડણી પડાવવાના કિસ્સા ખૂલ્યા છે. ઉદ્યોગકારોમાં એવી પણ વાત છે કે આ બન્ને બનાવ તો બહાર આવ્યા સૌરાષ્ટ્રમાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા, રાજકોટના સૌરાષ્ટ્રમાં અન્ય ઉદ્યોગકારો પણ આવી રીતે ફસાયા છે. કોઈક ડરના કારણે તો કોઈ નામ બહાર આવશે અથવા તો મહત્તમમાં એવું સમજે કે ગુનો પટના થયો છે તો એફઆઈઆર પણ ત્યાં જ નોંધાવી પડે. ત્યાં કેસમાં તારીખોમાં જવું પડે. ઝંઝટમાં ન પડવાથી ગુના ન નોંધાવતા હોય આ ગેંગ વધુ ફાવી છે.
રાજકોટ રૂરલ પોલીસનો પુરતો સહકાર મળ્યો
બનાવ પટનામાં બન્યો હતો. ભોગ બનનાર પડવલાના ઉદ્યોગકાર હતા. સમગ્ર ઘટના અંગે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ અમૃતભાઈ ગઢિયા અગાઉ શાપરના ઉદ્યોગકાર સાથે બનેલી બીનાથી વાકેફ હતા માટે પડવલાના ઉદ્યોગકારના પિતાને કહ્યું કે નાણાં છે જ નહીં તેવું કહેજો. અમૃતભાઈની સમજાવટથી ઉદ્યોગકારની ત્રણેક લાખની ખંડણીથી મુક્તિ થઈ હતી. બીજા ઉદ્યોગકાર સાથે એક મહિનામાં આવી બીજી ઘટના બની હોવાથી રૂરલ એસપી હિમકરસિંહને મળીને રજૂઆત કરાઈ હતી. એસપીએ પણ ઘટનાની ગંભીરતા સમજી અંગત રસ દાખવ્યો હતો. શાપર-વેરાવળ પોલીસ મથકમાં જ ઝીરો નંબરથી ફરિયાદ નોંધવા સૂચના આપી હતી જેથી ભોગ બનનાર ઉદ્યોગકાર અહીં ફરિયાદ નોંધાવી શક્યા હતા. એલસીબી ટીમ દ્વારા પણ સારી મદદ મળી હતી.