રાજકોટ કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા અગત્યના પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઘંટેશ્વર – પરાપીપળીયાથી એઈમ્સ જવાના રસ્તે લોકોને અગવડતા ન પડે તે માટે રૂ.૪૦.૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ મંજુર કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં સ્પેશિયલ પ્રોજેકટ અંગેની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ એઇમ્સ બ્રિજ ઉપરાંત મહુવા, સાવરકુંડલા, બગસરા, વડિયા, જેતપુર ધોરીમાર્ગ, ઉપલેટા-કોલકી-મોટી પાનેલી બાયપાસ, ધોરાજી-જામકંડોરણા-કાલાવડ હાઈ-વે, રાજકોટ શહેરમાં જામનગર રોડ પર હયાત સાંઢિયા પુલના ડિસમેન્ટલની કામગીરી અંગે સમીક્ષા કરી પ્રાંત અધિકારી અને મામલતદારના ક્વાર્ટર્સ તથા તાલુકા મથકે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.