૫૦ વર્ષથી ચાલતી ધમસાણીયા કોલેજ બંધ કરવાનો નિર્ણય પરત નહીં ખેંચાય તો ધરણાં-આંદોલન
રાજકોટમાં ૫૦ વર્ષથી ચાલતી ગ્રાન્ટેડ ધમસાણીયા કોલેજ ચાલુ રાખવા બાબતે વિદ્યાર્થી સંગઠન મેદાનમાં ઉતર્યું છે .આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે.
પરિષદ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ૫૦ વર્ષથી ચાલતી આ કોલેજમાં દર વર્ષે બધી જ સીટો ભરાઈ જાય છે.બી.બી.એ.માટે રાજ્યમાં છ ગ્રાન્ટેડ અને તેમાં રાજકોટમાં માત્ર બે જ કોલેજ હોય ત્યારે ખાનગીકરણ ને પ્રોત્સાહન ન આપી આ કોલેજ ચાલુ રહે અને નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગણી ઉઠાવી છે.
વિદ્યાર્થી સંગઠન દ્વારા કોલેજ બંધ કરવા માટેની અરજી પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન માટેની ચીમકી ઉચ્ચારી છે. કોલેજના આચાર્ય અને અધ્યાપકો દ્વારા પણ કોલેજ બંધ ન થાય તે માટે શૈક્ષણિક સંઘ મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે ધમસાણીયા કોલેજ બંધ થતા અનેક વિદ્યાર્થીઓના અભ્યાસ સામે પ્રશ્ન ઊભા થશે. કોલેજ બંધ થશે તો જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ ભણી નહીં શકે. જો કોલેજ બંધ કરવા માટેની અરજી પરત ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ધારણા પ્રદર્શન અને આંદોલન કરાશ