Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં

Sat, June 20 2026

મુસાફરો તરફથી ઉત્તમ પ્રતિસાદ

GSRTCને મુસાફરો તરફથી મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, સરેરાશ રેટિંગ 4.7 સ્ટાર સુધી પહોંચ્યું

માર્ચથી જૂન 2026 દરમિયાન 3.13 લાખથી વધુ મુસાફરોના ફીડબેક રિપોર્ટ મળ્યાં

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાતની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સેવા ગુણવત્તાને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.

ગાંધીનગર, 20 જૂન : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલી QR-કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા પાયે વિસ્તરવામાં આવી છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે અને સરેરાશ 5માંથી 4.7 સ્ટારનું સંતોષજનક રેટિંગ પ્રાપ્ત થયું છે.

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની જાહેર પરિવહન સેવાઓમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં મુસાફરોની સુવિધા, સલામતી અને સેવાની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ પણ વાંચો: 6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”

રાજ્ય સંચાલિત બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. મુસાફરો મુસાફરી દરમિયાન QR કોડ સ્કેન કરીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સીધો પ્રતિસાદ આપી શકે છે. કોઇ સેવામાં ફરિયાદ હોય તો તે પણ જણાવી શકે છે.

શરૂઆતમાં આ ડિજિટલ વ્યવસ્થા માત્ર પ્રીમિયમ લક્ઝરી બસોમાં અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ તેમાં સારો પ્રતિસાદ મળતા હવે GSRTCએ તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે. હાલમાં રાજ્યના 125 બસ સ્ટેશન, ડેપો કંટ્રોલ પોઈન્ટ્સ તેમજ 8,000થી વધુ બસોમાં QR કોડ લગાવવામાં આવ્યા છે.

આ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થયેલા પ્રતિસાદ અનુસાર મુસાફરોએ GSRTCની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ વ્યક્ત કર્યો છે. પાંચ સ્ટારના માપદંડ પર આપવામાં આવેલા રેટિંગ્સ દર્શાવે છે કે મુસાફરો સેવાના વિવિધ પાસાઓથી ખુશ છે અને નિગમ દ્વારા મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

GSRTCના 1 માર્ચથી 19 જૂન, 2026 સુધીના પેસેન્જસ ફિડબેક રિપોર્ટ મુજબ નિગમે 5માંથી 4.7 સ્ટારનું મજબૂત મુસાફર સંતોષ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. આ અહેવાલ 3,13,824 મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ પર આધારિત છે, જે વિવિધ કામગીરીના માપદંડો પર નિગમની સેવાઓ પ્રત્યે ઊંચો સંતોષ દર્શાવે છે.

સૂચનો અને ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી

નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “GSRTC માત્ર ફીડબેક એકત્રિત કરતી નથી, પરંતુ તેના આધારે સક્રિય રીતે કાર્યવાહી પણ કરે છે. મુસાફરો દ્વારા મોકલવામાં આવતી તમામ ફરિયાદો, સૂચનો અને મુદ્દાઓને તાત્કાલિક સંબંધિત વિભાગો તથા સ્થાનિક બસ ડેપો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રાપ્ત થયેલા પ્રતિસાદની વિલંબ વિના ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી સુધારાત્મક પગલાં સ્થળ પર જ લેવામાં આવે છે. મુસાફરોને શ્રેષ્ઠ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવાનો અમારો સંકલ્પ છે.”

GSRTCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરોનો પ્રતિસાદ સંસ્થાની સતત પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાધન છે અને નિગમ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત, વિશ્વસનીય તથા મુસાફરમૈત્રી પરિવહન સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

તમામ સેવાઓમાં ઊંચા રેટિંગ્સ

મુસાફરો તેમની મુસાફરીના વિવિધ પાસાઓને 1થી 5 સ્ટારના ધોરણે મૂલવે છે. સરેરાશ સ્કોર દર્શાવે છે કે મુસાફરો નિગમની કામગીરીથી ખૂબ જ સંતુષ્ટ છે:

સ્ટાફનું વર્તન: 4.9 / 5.0 ★

મુસાફરોની સુરક્ષા: 4.9 / 5.0 ★

સ્વચ્છતા: 4.8 / 5.0 ★

બેઠક આરામદાયકતા: 4.8 / 5.0 ★

સમયસર સેવા (Punctuality): 4.8 / 5.0 ★

Tags:

BusTravelCustomerFeedbackDigitalTransformationFeedbackSystemGSRTCGSRTCUpdatesInnovationInTransportPublicTransportInnovationQRCodeFeedbackSmartBusesSmartCitiesSustainableTransportTechForGoodTransportTechnologyUserExperience

Share Article

Other Articles

Previous

ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું

Next

6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
16 દવાઓ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ
28 મિનિટutes પહેલા
ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
1 કલાક પહેલા
હવે 8,000થી વધુ GSRTC બસોમાં QR કોડ આધારિત ફીડબેક સિસ્ટમ અમલમાં
2 કલાક પહેલા
6 રાજ્યોની 17 યુનિવર્સિટીઓએ શરૂ કર્યું મોટું અભિયાન”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3126 Posts

Related Posts

રાજકોટમાં 60 વર્ષના ઘરના મોભીનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ પરિવારે અંગદાન કર્યું : જુઓ વિડિયો..
રાજકોટ
2 વર્ષ પહેલા
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી બુમરાહ-સૂર્યકુમાર પણ નાખૂશ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
જેપી ઇન્ફ્રાટેક લિમિટેડના એમડી મનોજ ગૌડની મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કરી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
કેજરીવાલે કેવા આરોપ મૂક્યા ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર