વાયદો પાણીમાં : રાજકોટના સર્વેશ્વર ચોકનું કામ હજુ દોઢ મહિનો ચાલશે
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં મોટી દૂર્ઘટના સર્જાયા બાદ મહાપાલિકા દ્વારા અહીંથી પસાર થનારા વોંકળાને ડાયવર્ટ કરવાની સાથે જ નવો સ્લેબ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગનું કામ પૂર્ણ થયા બાદ વોંકળાને ડાયવર્ટ કરવા માટે યાજ્ઞિક રોડ બંધ કરાયો હતો જેના કારણે વેપારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.

આ પણ વાંચો : ‘હા હું પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો’ મુંબઈ 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાએ કર્યા મોટા ખુલાસા
આ કામ મહિનાઓથી ચાલી રહ્યું હોય ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવાશે તેવો વાયદો કરવામાં આવ્યો હતો પરંતુ આ વાયદો પાણીમાં વહી ગયો હોય તેવી રીતે વોંકળા પરનું કામ હજુ દોઢ મહિનો ચાલનાર હોવાનું તંત્રવાહકોએ જણાવ્યું હતું. આ કામને પૂર્ણ કરવાની સમયમર્યાદા નવેમ્બર સુધીની હોવાનું ઈજનેરો જણાવી રહ્યા છે પરંતુ તે પહેલાં પૂરું કરી દેવાશે તેવો દાવો પણ કરાયો હતો.
