Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પાલીતાણા હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકી ન હોવા છતાં 50.43 લાખનું બિલ મંજૂર કરાતા પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

Wed, August 19 2026

 “રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં.” – આરોગ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયા

રાજ્યના આરોગ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ ₹ 50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય મંત્રીએ બિલ રજૂ કરનાર (1) મેહુલ દવે (ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર), (2) એન.વી. કાલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર) સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી.

આ પણ વાંચો: કોલકાતાની હોટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ: સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત, 6 ઘાયલ

આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપેલ છે.

આરોગ્ય મંત્રીપ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

જનતાના નાણાંનો એક પણ રૂપિયો બિનજવાબદારીપૂર્વક ખર્ચાય નહીં અને મંજૂર થયેલા વિકાસકાર્યો સ્થળ પર વાસ્તવિક રીતે, ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત ધોરણો અનુસાર પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી દ્વારા આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી કામોમાં બેદરકારી કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિ કે એજન્સી સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

એસ.ટી. બસના મુસાફરો માટે દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરાઈ

Next

કોલકાતાની હોટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ: સારવાર માટે આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના મોત, 6 ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જામનગરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૨૩ જુગારીઓને ઝડપી પાડ્યા
20 મિનિટutes પહેલા
ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ
46 મિનિટutes પહેલા
વન્યજીવોની પજવણી, ગેરકાયદે પ્રવેશ અને લાકડાની હેરફેર સામે વન વિભાગની કડક કાર્યવાહી
1 કલાક પહેલા
ચોમાસામાં 13% વરસાદની ઘટ: પાકિસ્તાનથી આવતા પવને ગુજરાતની ચિંતા વધારી!, સપ્ટેમ્બરમાં સ્થિતિ સુધરશે?
1 કલાક પહેલા
Categories

નેશનલ

3476 Posts

Related Posts

Paris Olympicsમાં ભારતને હજુ મળી શકે છે ૩ મેડલ : આજે નીરજ ચોપરાની કસોટી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
VIDEO : રાજકોટ-અમદાવાદ હાઇવે પર મુખ્યમંત્રીએ અચાનક કાફલો અટકાવ્યો,રસ્તા પર ઉભેલા ખેડૂતોને મળવા પહોંચ્યા
ગુજરાત
10 મહિના પહેલા
શ્રીનગરમાં મોટી દુર્ઘટના: ઝેલમ નદીમાં બોટ પલટી જતાં ચારના મોત
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ટ્રમ્પનું ભારત વિરોધી વલણ દુશ્મનીની કક્ષાએ : ભારત ઉપર પ્રતિબંધ લગાવવા હવે યુરોપ પર દબાણ વધારતું અમેરિકા
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર