Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં 4 ચાર લોકોને બસ હેઠળ કચડી નાખનાર ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ : હજુ પણ બ્રેક ફેઈલ થઈ ગયાનું રટણ

Mon, April 21 2025


રાજકોટના ઈન્દીરા સર્કલ નજીક ગત બુધવારે સિટી બસ હેઠળ ચાર લોકોને કચડી નાખવાની ઘટના હજુ પણ જનમાનસમાંથી દૂર થવાનું નામ લઈ રહી નથી. બીજી બાજુ આ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને હાજર લોકોના ટોળાએ બેફામ માર મારતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે શિશુપાલને નાક ઉપર તેમજ ડોકના ભાગે વધુ ઈજા પહોંચી હતી. સઘન સારવાર મળી જતાં તેની તબિયત સુધારા ઉપર જણાતાં જ તેને ગાંધીગ્રામ પોલીસ મથકને લઈ જઈને કડક પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શિશુપાલસિંહ રાણાને ચાર દિવસ સુધી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના ઉપર કોઈ હુમલો ન કરે તે માટે પોલીસ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેની તબિયતમાં સુધારો આવી ગયો હોવાની જાણ હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવતાં જ પોલીસે દોડી જઈને તેને ગાંધીગ્રામ પોલીસ મથકે લાવી હતી અને ત્યાં તેની પૂછપરછ શરૂ કરી હતી.

પૂછપરછ દરમિયાન હજુ પણ શિશુપાલસિંહ રાણા તે જે બસ ચલાવી રહ્યો હતો તેની બ્રેક ફેઈલ જ થઈ ગયાનું રટણ કરી રહ્યો હોવા ઉપરાંત લાયસન્સ રિન્યુઅલ મુદ્દે પણ ગલ્લા-તલ્લા કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ પોલીસ દ્વારા શિશુપાલસિંહની તબિયતને ધ્યાનમાં રાખી કડક હાથે કામ લેવાનું ટાળવામાં આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

ગાંધીગ્રામ પોલીસ મથકના PIએ યોજી પત્રકાર પરિષદ
4 લોકોને કચડી નાખનાર ડ્રાઈવરને આજે ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ મથકના PIએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આ મામલે ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવ્યું છે. તેના નિવેદન મુજબ હું બસને બ્રેક મારતો હતો પરંતુ બ્રેક લગતી નહોતી અને આ અકસ્માત સર્જાયો હતો. RTO દ્વારા બસનો રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બસની બ્રેક ફેલ નહોતી અને કોઈ મેકેનિકલ ખામી પણ નહોતી. ડ્રાઈવરની ભૂલના લીધે જ આ અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે પોલીસ દ્વારા RTOને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. ડ્રાઈવર પીધેલો હતો કે કેમ તે બાબતે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ તે FSLમાં પણ  મોકલવામાં આવ્યા છે.


Share Article

Other Articles

Previous

રાજકોટમાં બેફામ ફરી રહી છે બનાવટી ચલણી નોટ : ‘કારીગર’ને શોધવા પોલીસ તપાસ શરૂ

Next

રાજકોટમાં મકાન ખાલી કરાવવા આવેલા બેંક અધિકારીની હાજરીમાં આધેડનો આપ*ઘાત, વાંચો શું છે સમગ્ર મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રણવીર અલ્હાબાદિયાના નિવેદનનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો : શિવસેના સાંસદે OTT માટે કાયદો બનાવવાની કરી માંગ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ત્રીજા તબક્કામાં ૬૪.૪૦ નહી પણ ૬૫.૬૮ ટકા મતદાન થયુ : ચૂંટણી પંચ
ગુજરાત
1 વર્ષ પહેલા
ઇસરોના નવા વડા કોણ બનશે ? શું છે એમનું નામ અને અનુભવ ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે
ધાર્મિક
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર