કોરોના વાયરસ બાદ દેશમાં ૩ વાયરસનો કહેર સામે આવ્યો છે જે દેશના ૩ અલગ-અલગ રાજ્યમાં આતંક મચાવી રહ્યા છે. કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર મચાવી રહ્યા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે ૩૦થી વધુ લોકોના મોત થયા છે, કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે. ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ-અલગ વાયરસના કારણે કેન્દ્રીય આરોગ્ય એજન્સીઓ હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતને રાજ્યમાં કેસની તપાસમાં, રોગચાળાને કાબૂમાં લેવા અને તકનીકી સહાય પૂરી પાડવામાં મદદ કરવા માટે બહુ-સદસ્ય પ્રતિસાદ ટીમ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને જોતા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 17248 ઘરોમાં 121826 વ્યકિતઓના સર્વેલન્સની કામગીરી કરાઈ છે. આ તરફ ગુજરાત અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી. ચાંદીપુરાના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી છે. આ તરફ ગુજરાત અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી. ચાંદીપુરાના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી છે.
કેરળમાં 14 વર્ષના છોકરા નિપાહ વાયરસથી મોત
રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે કેરળમાં 14 વર્ષના છોકરાનું મોત થયું છે. તેને એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ હતો અને કોઝિકોડની હોસ્પિટલમાં સ્થાનાંતરિત થતા પહેલા તેને પેરીન્થાલમન્નાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં નિપાહ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે રાજ્યને જાહેર આરોગ્યના પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાની સલાહ આપી છે.
મૃતકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ અને પડોશમાં રહેતા લોકોના પરીક્ષણ માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ તમામ લોકોને ટ્રેસ કર્યા બાદ તેમને 12 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
વાયરસના ઉચ્ચ જોખમની શ્રેણીમાં 101 લોકો
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે મૃતક છોકરાના છ મિત્રો અને 68 વર્ષના એક વ્યક્તિના સેમ્પલ નેગેટિવ મળ્યા છે. મંત્રીએ કહ્યું કે છ મિત્રો છોકરા સાથે સીધા સંપર્કમાં હતા, પરંતુ 68 વર્ષીય વ્યક્તિ સીધો સંપર્કમાં ન હતો. તેને તાવ હોવાથી તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં, 14 વર્ષના છોકરાના સંપર્કમાં આવેલા 330 લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી 68 આરોગ્ય કર્મચારીઓ છે. તેમજ 101 લોકોને હાઈ-રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી સાતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક છોકરાના પરિવારમાં કોઈ પણ વ્યક્તિમાં વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી.
મુંબઈમાં ઝિકા વાયરસના 34 કેસ મળી આવ્યા
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઝીકાના 34 કેસ નોંધાયા છે, જેમાંથી પુણે જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં 19 જુલાઈ સુધી 28 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર આ વાયરસના પ્રકોપને રોકવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે વાયરસથી પ્રભાવિત જિલ્લાઓમાં દર 3 થી 5 કિલોમીટરના અંતરે કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં સર્વે કરશે અને જ્યારે તાવના કેસો પ્રકાશમાં આવશે, ત્યારે તેઓ તરત જ ઓળખ માટે લોહીના નમૂના લેશે. સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના લોહીના નમૂના લઈને ઝીકા વાઈરસની તપાસ પણ કરવામાં આવી રહી છે, કારણ કે સગર્ભાવસ્થા દરમિયાન ઝીકા વાયરસનો ચેપ ગર્ભ અને નવજાત શિશુના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.