Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં 4 સેકેન્ડમાં બેકાબૂ સિટી બસે 4 લોકોની જિંદગી કચડી : ખરેખર જવાબદાર કોણ ?

Thu, April 17 2025

રાજકોટ મહાપાલિકાની બસ સેવા એટલે શહેરના માર્ગો પર જાણે યમદૂતોના પાડા દોડતા હોય તેવુ બેફામ કે બેલગામ જેવી દોડતી બસો સમયાંતરે અકસ્માત સર્જતી રહે છે. આજે બુધવારની સવાર રાજકોટ સિટી બસ નં.ઈ-52એ ચાર પરિવારો માટે આજીવન ગોઝારી જેવી બનાવી દીધી હતી. યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે વાયુવેગે જાણે હવામાં ઉડાડતો હોય એ સ્પિડે ચાલકે બસ દોડાવતા માત્ર ચાર સેકન્ડમાં અર્ધો ડઝનથી વધુ વાહનોને ઠોકરે ચડાવી અસ્માતની હારમાળા સર્જી દીધી હતી. ચાર સેકન્ડના ગમખ્વાર અકસ્માતમાં ચાર-ચાર માનવ જીંદગીના પ્રાણ હરી લીધા હતા. ફિલ્મોમાં સર્જાતા દ્રશ્યો માફક હીટ એન્ડ રન જેવી વાસ્તવિક દુર્ઘટનાથી રોષે ભરાયેલા રાહદારીઓ ટોળાઓએ ચાલકને પણ બેરહેમીથી મેથીપાક આપી બસમાં તોડફોડ કરી હતી. પોલીસનો કાફલો ઉતરી આવ્યો હતો. ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરાયો હતો.

શું છે સમગ્ર મામલો ?

ચાર સેકન્ડમાં જ ચાર-ચાર વ્યક્તિનો જીવ હણી લેનાર સિટી બસના ચાલક તેમજ અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની કરૂણતા તો એ છે કે માતેલા સાંઢ જેવી બેકાબૂ સિટી બસના કારણે પ્રાણ ગુમાવનારા વ્યક્તિઓમાં એક યુવકના પિતાનું હજુ એક માસ પૂર્વે જ મૃત્યુ નિપજ્યુ હતું અને બહેનની આવતા સપ્તાહે સગાઈ હતી. જ્યારે વિધવા નેપાળી સ્ત્રી

એકલી જીવન નિર્વાહ ચલાવતી હતી. રાજકોટ મહાપાલિકાના કર્મચારીએ માસૂમ પુત્ર તથા ભાણેજની નજર સામે જીવ ગુમાવ્યો હતો. ચાર-ચાર પરિવારનાં કરૂણ આક્રંદથી અને વ્રજઘાતના દ્રશ્યોથી હાજર સૌકોઈ માનવીઓના હૈયા હચમચી ઉઠ્યા હતા. યુનિવર્સિટી પોલીસે હાલ તો બસ ચાલક સામે ગુનો નોંધી હોસ્પિટલ પર પોલીસ પહેરો ગોઠવી દીધો છે.


બસ પ્રદ્યુમન પાર્કથી લાઈટ હાઉસ મુંજકા 150 ફૂટ ન્યૂ રિંગ રોડ તરફ જવા નીકળી હતી

રાજકોટ શહેરમાં પ્રદ્યુમન પાર્કથી લાઈટહાઉસ રૂટ પર દોડતી સિટી બસ ઈ-52 પ્રદ્યુમન પાર્કથી લાઈટ હાઉસ મુંજકા 150 ફૂટ ન્યૂ રિંગ રોડ તરફ જવા નીકળી હતી. ચાર જીંદગીનું મોત બનીને નીકળેલી બસ મોરબી રોડ પર રતનપર ગામ નજીક સદ્ગુરૂ સોસાયટીમાં રહેતો શીશુપાલસિંહ દિલુભા રાણા (ઉ.વ.35 ) નામનો ચાલક ચલાવતો હતો. બસ કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે પહોંચી હતી. એ સમયે જ સર્કલ નજીક સાઈડમાં જઈ રહેલા ટુ વ્હીલર્સને ધડાધડ ઠોકરે ચડાવ્યા હતા.

બસ બેકાબૂ બની હોય કે ચાલકે બ્રેક જ ન લગાવી ને અલગ કાંઇક નશામાં હોય તે રીતે ધડાધડ એક પછી એક વાહનને ઠોકરે લેતો ગયો. ટુ વ્હીલર્સ, ઓટો રિક્ષા તેમજ કારને ઠોકરે ચડાવીને 100 ફૂટ જેવા અંતરે જઈને બસ ઉભી રહી ગઈ હતી. એટલા ચાર સેકન્ડના સમયમાં તો ચાર વ્યક્તિ સહિત દશ ઘવાયા હતા. જેમા કમિશનર અને અન્ય અધિકારીઓ દોડી ગયા હતા. બે વ્યક્તિના તો ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. એક લાશ તો બસ સાથે 50 ફૂટથી વધુ અંતરે ઢસડાઈ હતી.

ધર્મના ભાઇ સુરજ ધર્મેશભાઈ રાવલ સાથે જઈ રહેલી નેપાળી વિધવા સંગીતાબેન બલ બહાદૂર ચૌધરી (ઉ.વ.20 ) તેમજ ટુ વ્હીલર પર પુત્ર મનવીરને સ્કૂલેથી લેવા જતા રાજકોટ મહાપાલિકાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉ.વ.35 ) સાથે બોટાદથી આવેલી નાની ભાણેજ વિરાજબા મહાવીરસિંહ ખાચર પણ હતા. મામા-ભાણેજ બસની ઠોકરે લેતા સંગીતાબહેન તથા રાજુભાઈએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલ સુરજ ધર્મેશભાઈ રાવલને સારવારમાં ખસેડાયા હતા.

અન્ય બે વ્યક્તિમાં હાથીખાના શેરી નં.રમાં રહેતા લાલો ઉર્ફે ચિન્મય હર્ષદભાઈ ભટ્ટ (ઉ.વ.25) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી તરીકે નોકરી કરે છે જે આજે સવારે યુનિવર્સિટી જવા નીકળ્યો હતો અને ઇન્દિરા સર્કલ પાસે બસના કાળનો કોળીયો બની ગયો હતો. બે ભાઈમાં નાનો હતો. માતાનું કેન્સરની બિમારીમાં થોડા વર્ષ પહેલા મૃત્યુ નિપજ્યુ હતું. પિતાનું એક માસ પહેલા ધૂળેટીના દિવસે મૃત્યુ થયુ હતુ. ભાઈ-બહેન એકલા રહેતા હતા. બહેન ઉર્વશી એક ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતી હોવાનું જાણવા મળે છે.


જ્યારે વહુ સાથે ટુવ્હીલર પર જઈ રહેલા કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ (ઉ.વ.56 )  રહે. શાંતિનિકેતન કોલોની બ્લોક નં.૧૮, કોટેચા ચોક)નું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક કિરણબેન સારા તરવૈયા હતા. વહુ નેહાબેન કક્કડને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઇન્દિરા સર્કલ પર રાહદારીઓ, મૃતકના પરિવારજનો, સંબંધીઓના ટોળા ઉમટી પડયા હતા. ભારે રોષ ફેલાયો હતો. ટોળાએ ચાલકને પણ બરાબરનો ઠમઠોરતા સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે ટોળાને વિખેરવા કર્યો લાઠીચાર્જ

બસના કાચ તોડી નાખ્યા હતા. જે રીતે બસની સ્પિડ હતી તેને લઈને સર્કલ પર ઉભી રહેતી ટ્રાફિક પોલીસમેનને પણ ટોળાએ ઘેરી લીધો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસમેન ભાગીને બી.આર.ટી.એસ. તરફ ચાલ્યો જતાં તે તરફ ટોળાએ દોટ મૂકી હતી. સ્થિતિ વણસતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડયો હતો. અકસ્માતના પગલે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ડી.સી.પી. ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી, પીઆઈ સહિતનો કાફલો ઉતરી પડયો હતો. આરંભે ટોળાને સમજાવવા પ્રયાસ કરાયો હતો પરંતુ પોલીસ સામે જ આક્ષેપો, પ્રતિ આક્ષેપો ઉકળાટ ઠલવાતા અને સ્થિતિ વણસે એવુ દેખાતા પોલીસે હથિયાર ઉપાડી લાકડીઓ વિંઝી હતી.

પથ્થરમારો કરી ટોળાંએ અન્ય બસોને પણ રોકાવી લીધી

અકસ્માતની હારમાળા સર્જીને ચાર-ચાર પરિવારના માળા પીંખી નાખનાર સિટી બસમાં ટોળાએ તોડફોડ કરી બી.આર.ટી.એસ. રૂટ પર નીકળેલી અન્યો બસોને પણ અટકાવીને બંધ કરાવી દેવાઇ હતી. પોલીસ અને આરએમસી દ્વારા સમજાવટ બાદ ફરી રૂટ પૂર્વવત કરાયો હતો.

25 નવી બસના ઉદ્ઘાટનની વાહવાહી લૂંટી, હવે મોત માટે કોણ જવાબદાર ?

શહેરમાં ડિઝલના ધૂમાડા ઓકતી અને કંડમ થઇ ગયેલી બસોને અંતે મહાપાલિકાએ દૂર કરી હતી અને થોડા સમય પહેલા ૨૫ નવી બસ રાજકોટમાં આવી હતી અને શાસકોએ લીલીઝંડી બતાવી પ્રજાને સુવિધા આપ્યાની વાહવાહી લૂંટી હતી. હવે આ મોત માટે કોણ જવાબદારી લેશે ? તેવો લોકોના શબ્દોમાં આક્રોશ ઉભરાયો હતો.

બસચાલક પીધેલો, નશો કરેલો હતો કે કેમ ? સેમ્પલ લેવાયા

પળવારમાં ચાર-ચારના જીવ છીનવી લીધા એ સિટી બસનો ચાલક શિશુપાલસિંહ અત્યારે તો હોસ્પિટલના બીછાને પડયો છે. રોષે ભરેલા ટોળાએ બરાબરનો ધમાર્યો હતો. બસ ચાલકે નશો કર્યો હતો તેવી ત્યાં હાજર ટોળાએ હો..હા.. મચાવી હતી. ચાલક ખરેખર પીધેલો હતો કે કેમ? દારૂ અથવા ગાંજો કે આવો કોઇ નશો કર્યો હતો ? તે ચકાસવા ચાલકના બ્લડ સેમ્પલ લેવાયાનું તેમજ બસ ચાલકથી બ્રેક લાગી ન હોઈ શકે તેવુ ડીસીપી બાંગરવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ.

Tags:

rajkotrajkot accidentrajkot city bus accident

Share Article

Other Articles

Previous

અકસ્માત સર્જનાર બસ સહિત 78 બસનું સંચાલન વિશ્વમ એજન્સીના હાથમાં : ડ્રાઇવર-કંડક્ટરની ‘ભલામણ’ ભાજપ નેતા કરતાં હોવાની ચર્ચા

Next

અમેરિકામાં લોકોએ આવકવેરો ભરવાની જરૂર નહીં પડે, ટેરીફ વોર વચ્ચે ટ્રમ્પનો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
12 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
13 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
13 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન, શું કહ્યું અભિનેત્રીએ.. જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ : SOGએ બોગસ ડૉક્ટર-ડ્રગ્સ સાથે પેટ્રોલપંપ મેનેજરને પકડ્યો
ક્રાઇમ
9 મહિના પહેલા
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-પ્રકાશ સોસાયટીને અશાંતધારામાં સામેલ કરો, નહીંતર અમે મુશ્કેલીમાં મુકાઈ જશું !!
રાજકોટ
3 મહિના પહેલા
ફિલ્મ ‘રામાયણ’ના સેટ પરથી ફોટા થયા વાયરલ : જુઓ રણવીર અને સાઈ પલ્લવીનો આકર્ષક લુક  
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર