Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

માત્ર 8.25 ટકા સ્નાતકોને ડિગ્રીને અનુરૂપ નોકરી મળે છે: નીતિ આયોગનો ચોંકાવનારો અહેવાલ

Fri, August 21 2026

શિક્ષણ અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે વધતું અંતર યુવાનોની રોજગારી માટે સૌથી મોટો પડકાર બન્યું

પ્રેક્ટિકલ અનુભવ, ડિજિટલ કૌશલ્ય અને ઉદ્યોગસંપર્કના અભાવને કારણે કરોડો સ્નાતકો બેરોજગાર

દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ ડિગ્રી મેળવ્યા પછી પણ તેમને અભ્યાસને અનુરૂપ નોકરી મળતી નથી. નીતિ આયોગના તાજેતરના અહેવાલ મુજબ માત્ર 8.25 ટકા સ્નાતકો જ પોતાની લાયકાતને અનુરૂપ રોજગારી મેળવી રહ્યા છે. અહેવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા, કૌશલ્ય વિકાસ અને રોજગાર બજાર વચ્ચેના વધતા અંતરને ઉજાગર કરતાં ચેતવણી આપી છે કે માત્ર ડિગ્રી નહીં, પરંતુ વ્યવસાયિક કૌશલ્ય અને ઉદ્યોગ સાથેનું જોડાણ જ ભવિષ્યના રોજગાર માટે નિર્ણાયક બનશે.

નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા ‘રીઇમેજિનિંગ સ્કિલિંગ ફોર વિકસિત ભારત @2047’ અહેવાલમાં, શિક્ષણ પ્રણાલી અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે મોટો ખાંચો સર્જાયો હોવાનું સ્વીકાર્યું છે.

અહેવાલ અનુસાર, દેશમાં આપવામાં આવતું શિક્ષણ ઘણી જગ્યાએ હજુ પણ જૂના અભ્યાસક્રમો પર આધારિત છે, જ્યારે ઉદ્યોગોની જરૂરિયાતો ઝડપથી બદલાઈ રહી છે. પરિણામે ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો રોજગારની ખાતરી આપી શકતા નથી. નીતિ આયોગે આ સ્થિતિને શિક્ષણ અને શ્રમબજાર વચ્ચેનો “મૂળભૂત વિચ્છેદ” ગણાવ્યો છે.

કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ તાજેતરમાં એક મુલાકાતમાં આ જ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મોટાભાગના અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરતા નથી અને તેમને ઉદ્યોગસાહસિક બનવા માટે પણ પૂરતી તૈયારી આપતા નથી. તેમના મતે શિક્ષણ વ્યવસ્થાએ યુવાનોને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યોગસાહસિકતા અથવા પારિવારિક વ્યવસાયના વિસ્તરણ જેવા વિવિધ વિકલ્પો માટે સક્ષમ બનાવવાની જરૂર છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં શાળાની મુલાકાતે ગયેલા CJP કાર્યકરો પર હુમલો, પીછો કરીને માર માર્યો

અભ્યાસ અને ઉદ્યોગ વચ્ચેનું અંતર વધતું જાય છે

અહેવાલ મુજબ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રેક્ટિકલ લર્નિંગ, ઉદ્યોગ સાથેનો સંપર્ક અને જોબ-રેડીનેસ સપોર્ટ હજુ પણ નબળા છે. ઘણી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સીવી બનાવવાની પદ્ધતિ, ઇન્ટરવ્યૂની તૈયારી કે નોકરી શોધવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળતું નથી. પરિણામે તેઓ બજારમાં પોતાની ક્ષમતા અસરકારક રીતે રજૂ કરી શકતા નથી. નીતિ આયોગે એ પણ નોંધ્યું છે કે અનેક વિષયોમાં ભણાવતા શિક્ષકો પાસે ઉદ્યોગનો પૂરતો અનુભવ નથી, જ્યારે ઘણી સંસ્થાઓમાં આધુનિક પ્રયોગશાળાઓ અને તાલીમ માટે જરૂરી માળખાકીય સુવિધાઓનો અભાવ છે. જેના કારણે વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન કરતાં માત્ર સિદ્ધાંત આધારિત શિક્ષણ મળે છે.

ઇન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપ બની શકે ઉકેલ

અહેવાલમાં સૂચવાયું છે કે ઇન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશિપ શિક્ષણ અને રોજગાર વચ્ચેનો મહત્વનો પુલ બની શકે છે. જોકે આ કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા ન રહી જાય તે પણ જરૂરી છે. વિદ્યાર્થીઓને વાસ્તવિક કામનો અનુભવ અને જવાબદારી મળે ત્યારે જ તેઓ નોકરી માટે તૈયાર બની શકે છે. નીતિ આયોગના મતે હવે ભારત માટે સૌથી મોટો પડકાર યુવાનોને કોલેજ સુધી પહોંચાડવાનો નથી, પરંતુ ડિગ્રી બાદ તેમને યોગ્ય રોજગાર, કૌશલ્ય અને કારકિર્દીનો સ્પષ્ટ માર્ગ ઉપલબ્ધ કરાવવાનો છે.

દિશાવિહીન ડિગ્રી…

નીતિ આયોગના અહેવાલ મુજબ દેશમાં 3.4 કરોડ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી 1.13 કરોડ માત્ર બેચલર ઓફ આર્ટ્સ (BA)માં અભ્યાસ કરે છે, જ્યારે BA, BSc અને BComમાં મળીને બે કરોડથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. અહેવાલ જણાવે છે કે આવા પરંપરાગત અભ્યાસક્રમોનો સીધો સંબંધ નોકરી સાથે બહુ ઓછો છે અને ઘણા વિદ્યાર્થીઓ આ ડિગ્રી મુખ્યત્વે સરકારી ભરતી માટેની લાયકાત મેળવવા લે છે. પરિણામે ડિગ્રી તો મળે છે, પરંતુ તેના આધારે કઈ કારકિર્દી બનાવી શકાય તે અંગે સ્પષ્ટતા હોતી નથી. નીતિ આયોગના જણાવ્યા મુજબ BA, BCom અને BSc જેવી સામાન્ય ડિગ્રીઓ ઘણીવાર સીધી રોજગારીમાં પરિવર્તિત થતી નથી, કારણ કે નોકરીદાતાઓને વધારાના વ્યવસાયિક કૌશલ્યની જરૂર રહે છે.

ડિગ્રી ખરી, પણ વ્યાવસાયિક કૌશલ્ય નહીં…

અહેવાલ મુજબ 34 ટકા વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન કૌશલ્યના અભાવને સૌથી મોટો પડકાર ગણાવ્યો છે, જ્યારે 18 ટકા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ તૈયારીના અભાવનો ઉલ્લેખ કર્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 80 ટકા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ અનુભવ અને ઉદ્યોગ સાથેના સંપર્કના અભાવને પોતાની ડિગ્રીની સૌથી મોટી ખામી ગણાવી છે. અનેક વિદ્યાર્થીઓ પાસે વિષયનું સૈદ્ધાંતિક જ્ઞાન તો હોય છે, પરંતુ કાર્યસ્થળે જરૂરી ડિજિટલ કૌશલ્ય, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને વ્યવહારુ સમજણનો અભાવ જોવા મળે છે. પરિણામે પ્રમાણપત્ર હાથમાં હોવા છતાં નોકરી માટે જરૂરી ક્ષમતા વિકસતી નથી.

55 હજાર સરકારી જગ્યા માટે 1.86 કરોડ અરજીઓ

ભારતમાં સરકારી નોકરીઓ માટે જોવા મળતી ભારે સ્પર્ધા પાછળ પણ શિક્ષણ અને રોજગાર વચ્ચેનો આ જ ખાંચો જવાબદાર હોવાનું નીતિ આયોગે જણાવ્યું છે. અહેવાલ મુજબ નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન માત્ર 55 હજાર સરકારી જગ્યાઓ માટે 1.86 કરોડ અરજીઓ મળી હતી. આ આંકડો દેશના યુવાનોની રોજગાર સુરક્ષા પ્રત્યેની ઝંખના અને ઉપલબ્ધ તકો વચ્ચેના અસંતુલનને સ્પષ્ટ કરે છે. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઉકેલ માત્ર વધુ સરકારી નોકરીઓ ઊભી કરવાનો નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થાને એવી બનાવવાની જરૂર છે કે યુવાનો ખાનગી ક્ષેત્ર, સ્વરોજગાર, ઉદ્યોગસાહસિકતા અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાયોમાં પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે.

Share Article

Other Articles

Previous

યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક

Next

રાજસ્થાનમાં શાળાની મુલાકાતે ગયેલા CJP કાર્યકરો પર હુમલો, પીછો કરીને માર માર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
5 કલાક પહેલા
યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
5 કલાક પહેલા
ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
5 કલાક પહેલા
યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
5 કલાક પહેલા
Categories

નેશનલ

3494 Posts

Related Posts

શેરબજારમાં રોકાણના નામે રાજકોટના સ્ટીલના ધંધાર્થીએ 87.20 લાખ ગુમાવ્યા: કટકે કટકે પૈસા પડાવ્યા, આ રીતે ફૂટ્યો ભાંડો
ક્રાઇમ
6 મહિના પહેલા
રાજકોટમાં ત્રણના હાર્ટ એટેકથી મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
શું તમે પણ છો નવી દુલ્હન અને સાસરિયામાં લાગવું છે આકર્ષક ?? આ વસ્તુઓ તમને કામ આવશે
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
નૃત્ય સંગીતએ ધૈર્ય, એકાગ્રતા સાથે જીવન જીવવાની કલા શિખવે છે: નરેશ પટેલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર