રાજકોટ શહેર પોલીસમાં ફરી જૂની સિસ્ટમ ? ઉચ્ચ અધિકારીઓના નામે લાખોના ઉઘરાણા !
રાજકોટ શહેરમાં ખાનગી વધાવો, હતગંડાઓથી આમેય પોલીસની મથરાવટી મેલી કે બદનામ જેવી છે. બધું કદાચ ભૂલાયું હોય કે બેઅસર જેવું હોય તેમ ઉચ્ચ અધિકારીઓના નામે ચોક્કસ શાખાઓમાં લાખેણા ઉઘરાણા થઈ રહ્યા હોય તેમ સાંજ ઢળે ને દિવસ દરમિયાન શું કામ (ડિટેક્શન કે અસામાજિક પ્રવૃત્તિ) વિશે નહીં દામ (કલેક્શન કેટલું ?)નો હિંસાબ મંગાતો હોવાની અને રોજબરોજના ટાર્ગેટથી જેના ખભે વજન કે ફિલ્ડમાંથી શિકાર શોધી લાવે છે તે ત્રાહિમામ પોકારી ચૂક્યાની ચર્ચા કે ખરી ખોટી વાતો વહી રહી છે. એવી વાત છે કે જવાના ભણકારા હોવાથી સાહેબોના નામે થાય તેટલું ‘બેટિંગ’ કરી લેવાની નીતિ હશે ? સત્ય કે જો આવું હોય તો ક્યાંક જૂનાની માફક ફરી રાજકોટ પોલીસ પર બદનામીનો બોમ્બ ન ફૂટે તેવી જાણકારોને ભીતિ હશે.
સારી જગ્યાએ જવું કે બેસવું કોને ન ગમે? આવા ખ્વાબ સાથે બ્રાન્ચોમાં ઓર્ડેર થતા હોય છે કે કરાવાતા હોવાની છાપ છે. કદાચિત રાજકોટ સિટીમાં ડિટેક્શન-કલેક્શનના બે ભાગ પડી ગયા હોય તેમ ડિટેક્શન કરનારાઓ એ દિશામાં મથ્યા રાખે છે. કલેક્શન કરનારાઓના ભાગે કદાચ ડિટેક્શનનું કામ ઓછું રહેતું હોય અથવા કલેક્શન એ જ સિલેક્શન જેવા પેરામીટર હોય તે મુજબ શાખાઓમાં આવા જાંબાજો સંબંધિત સાહેબની નજરમાં સિલેક્ટીવ રહેતા હશે? અને એ મુજબ નામો મુકાતા કે લેવાતા હશે? બ્રાન્ચ પ્રવેશ થયા બાદ કામ કલેક્શનનું આવતું હોવાથી બે-ચાર કે મનમેળ હોય તેવા જુમખા સાથે ટીમ કે જોડીઓ, ત્રિપુટીઓ સવાર પડે ને સાંજ ઢળે ત્યાં સુધી દોડતી રહે છે. સાંજે હિસાબ આપવો પડતો હોવાની ચર્ચા છે.
પોલીસ વિભાગમાં સાંજે રોલ કોલ લેવાની સિસ્ટમ છે પરંતુ જો અને તો કે ચર્ચાની વાતો મુજબ રોલ કોલના નામે રાઉન્ડ લેવાય છે જેમાં જેનું કલેક્શન ઉંચું તે પાસ અને જે દિવસ દરમિયાન ફરીને ‘ધોયેલા મુળા’ જેવા પાછા આવતા હોય તેઓને કામ
કરો કામ (ચોક્કસ પ્રકારના) આમ કેમ ચાલશે નહીં તો પછી, જેવા શબ્દો સંભળાવાતા હોવાની પણ ખરી ખોટી વાતો ચાલી રહી છે.
ઉચ્ચ સાહેબોના નામે શાખાઓમાં સંબંધિત અધિકારી કે તેમના અંગત દ્વારા કામ નહીં દામના હિસાબ મંગાતા હશે અને લાખેણા ઉઘરાણા થતાં હશે એ વહેતી વાતો ખરેખર સત્ય હશે ? શું જેઓના નામે કામના બદલે…. મંગાય છે તે ઉચ્ચ સાહેબો આવું કશું જાણતા હશે ? કે તેઓની મીઠી નજર કે આડકતરી છૂટ હશે ?
જે રીતે ચર્ચા થઈ રહી છે કે અમારે ઉપર જવાબ આપવા પડે કે દેવું પડે એ ખરેખર આવું હશે કે ઉપરના નામે તાબાની ટીમને દબાવીને કામ ઉતારાતું હશે ? કે જવાનો સમય નજીક હોવાથી સાહેબના નામે જેટલું થાય તેટલું કરી લેવું આવું કાંઈ હશે? સાહેબ મહેચ્છા ધરાવતા ન હોય પરંતુ સાહેબનો વિશ્વાસ કે નામ ઉદલ્લેખ કરીને કામ કરાવાતું હશે? ઉપરોક્ત વાતોમાં ક્યાંય કોઈ વ્યક્તિ કે સ્ટાફે લેખિત કે આવું કાંઈ કર્યુ નથી, ઓન પેપર આવું કાંઈ નથી માટે જો અને તો ચર્ચા કે અફવા માનવી પડે. પણ જો આવું હોય તો બંધ થવું જોઈએ, નહીં તો ત્રાહિમામમાંથી જ કોઈક મોં ખોલશે અને ક્યાંક રાજ્યસ્તરે ફરી રાજકોટ પોલીસ બદનામ થશે.
ઘણા ખરાને એસીબીનો ડર સતાવતો હશે પણ કરે શું?
જે રીતે લાવો… લાવો… કે લઈ આવોનું રોજ સાંજ પડે ને હિસાબ લેવાય છે તે મુજબ ફિલ્ડમાં ફરતા કે કલેક્શન માટે શિકાર શોધનારાઓને પણ એસીબીનો ડર સતાવતો હશે કે ક્યાં બહુ દબાવીએ અને ત્રાહિમામ થનારો વ્યક્તિ એસીબીમાં જઈ ન ચડે. જો એસીબીના દ્વાર ખટખટાવે કે ટ્રેપ થાય તો પણ આવી બને તો સ્ટાકનું બાકી ચેમ્બરમાં બેસનારાઓનું કંઈ ન થાય આવો પણ ભય હશે પરંતુ સિંહની સવારી કરી લીધી હોય પછી થાય કે કરવું પણ શું ? સાહેબ સુધી કોણ જઈ શકે કે કરી શકે ? આવું ચર્ચાતું હશે