જસદણ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અનેક સ્થળોએ કરી સરપ્રાઈઝ વિઝીટ, અધિકારીઓમાં દોડધામ
લોકસભાની ચુંટણીની આચારસહિંતાપૂર્ણ થતાની સાથે રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણ વિંછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ જસદણની સરકારી હોસ્પિટલ, જીલેશ્વરપાર્ક તેમજ નવા બની રહેલા રમતગમતના તાલુકા કક્ષાના સંકુલની સરપ્રાઈઝ મુલાકાત કરતા જસદણ તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.

જસદણ શહેર ને પીવા નું પાણી 6-7 દિવસે મળી રહ્યુ છે આ બાબતે કેબિનેટ મંત્રી.કુંવરજીભાઈ બાવળીયાને ધ્યાને આવતા બાખલવડ ગામે આવેલ આલણસાગર તળાવની મુલાકાત લઈને જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ચર્ચાઓ કરી હતી.

જસદણ શહેર ને એકાત્રા પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી સુચનાઓ આપી હતી. જસદણ શહેરમાં પાણી વિતરણના અભાવના કારણે પીવાના પાણીને લઈને લોકોને હાલાકી પડી રહિ છે તેમા સુધારો કરી જસદણ શહેરના લોકોને પીવાનું પાણી સમયસર મળી રહિ તેની તકેદારી રાખવા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સુચન કર્યુ હતું.