મોહમ્મદ શમીને કોલકત્તા હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો : પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને 4 લાખ આપવા પડશે
મોહમ્મદ શમીને કોલકત્તા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. હાઈકોર્ટે ફરી એક વખત શમીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શમીને પત્ની હસીન જહાં અને આયરાને ભરણપોષણ તરીકે દર મહિને ચાર લાખ રૂપિયાનો આદેશ આપ્યો છે. શમીએ પત્નીને દર મહિને દોઢ લાખ અને પુત્રીને અઢી લાખ ચૂકવવાના રહેશે.

મોહમ્મદ શમી અને હસીન જહાં આંતરિક વિવાદને કારણે વર્ષોથી અલગ રહે છે. પુત્રી આયરા પોતાની માતા હસીન જહાં સાથે રહે છે. હસીન જહાં ક્રિકેટર મોહમ્મદ શમી ઉપર ભરણપોષણની રકમ માટે જરૂરી પૈસા ન આપવાનો આરોપ લગાવતી રહી છે. આ માટે તે કાનૂની લડાઈ પણ લડી રહી છે. હસીન જહાંની અરજી પર જ જસ્ટિસ અજય મુખર્જીએ મોહમ્મદ શમીને આ આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં કપાસની તુલનાએ મગફળીનું બમણું વાવેતર : જિલ્લામાં 88 ટકા ખરીફ વાવણી સંપન્ન, જાણો ક્યાં કેટલું વાવતેર થયું

હસીન જહાંએ સાત વર્ષ પહેલાં અરજી દાખલ કરી દર મહિને સાત લાખ રૂપિયા ભરણપોષણ માંગ્યું હતું. ત્યારે તેની અરજી નીચલી અદાલતે એમ કહીને ફગાવી દીધી હતી કે હસીન મોડેલિંગથી કમાણી કરે છે. આ પછી અલીપુર કોર્ટે મોહમ્મદ શમીને પત્ની અને પુત્રીને 80 હજાર દર મહિને આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ રકમ વધારીને 1.30 લાખ કરવાનો હુકમ ડિસ્ટ્રિક્ટ જજે કર્યો હતો. આ નિર્ણયને હસીન જહાંએ હાઈકોર્ટમાં પડકારતાં દોઢ લાખની જગ્યાએ ચાર લાખ ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.