મોરબીમાં 10 PIની આંતરિક બદલી: SP જાડેજા એલસીબીમાં મુકાયા
પોલીસતંત્રમાં થોડા સમય પહેલાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી હતી. ચૂંટણીને ધ્યાને લઈને પોલીસ ઈન્સપેક્ટરોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો હતો જેના પગલે મોરબી જિલ્લા પોલીસવડાએ પણ ૧૦ આંતરિક પીઆઈની અરસ-પરસ બદલી કરતા હુકમો કર્યા છે જેમાં એલસીબીની મહત્વની પોસ્ટ પર કાર્યદક્ષ પોલીસ ઈન્સપેક્ટર એસપી જાડેજાની કાયમી નિમણૂંક કરતો હુકમ કર્યો છે.
મોરબી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ ગઈ મોડીરાત્રે કામગીરીને ધ્યાને લઈને મોરબી જિલ્લામાં ૧૦ પીઆઈની અરસ-પરસ બદલી કરતાં હુકમ કર્યેા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સામે જાગૃતિ લાવવા તબીબી જગતનું મંથન
જેમાં મહત્વની એલસીબીમાં કાર્યદક્ષ પીઆઈ સત્યેનસિંહ પી. જાડેજાનો કાયમી હુકમ કર્યો છે. જ્યારે વાંકાનેર સિટી પીઆઈ બી.એસ. સિંધવને માળિયા મીયાણા, માળિયા મીયાણાના પીઆઈ આર.એસ. પટેલને એલઆઈબી લિવ રિઝર્વમાં રહેલા પીઆઈ કે.કે. દરબારને હળવદ અને હળવદના પીઆઈ આર.ટી. વ્યાસને સાયબર ક્રાઈમમાં તેમજ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. ઘેલાને ટ્રાફિક શાખા જ્યારે ટ્રાફિક પીઆઈ ડી.વી. ખરાડીને આઈયુસીએડબલ્યુમાં મુકવામાં આવ્યા છે. જ્યારે આઈસીયુસીએડબલ્યુમાં પીઆઈ એમ.બી. મિસ્ત્રીને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
જ્યારે જે.એસ. ગામીતને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં અને લિવ રિઝર્વમાં રહેલા પીઆઈ પી.આર. સોલંકીને એએચટીયુમાં મુકવામાં આવ્યા છે. પીઆઈ એસ.પી. જાડેજા એલઆઈબીમાં ફરજ બજાવતા હતા. જ્યારે એલસીબીનો તેમની પાસે વધારાનો ચાર્જ હતો.
