Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલબિઝનેસ

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધતા ગોળ-ખાંડનું ઉત્પાદન ઘટ્યું: જંગી ભાવ વધારો

Sat, August 22 2026

રાતોરાત ખાંડમાં કિલોએ ૧૫થી ૧૭ અને ગોળમાં કિલોએ ૧૦થી ૧૫નો ભાવ વધારો: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું રસોડાનું બજેટ વેરવિખેર

`હાય રે મોંઘવારી તુજે ક્યોં મોત ન આઇ’. પાંચ દાયકા પહેલાં `રોટી કપડા ઔર મકાન’ નામની ફિલ્મ આવી હતી જેમાં મોંઘવારી પર એક સરસ ગીત રજૂ કર્યું હતું. `પહેલે મુઠ્ઠી ભર પૈસે જાતે થે ઔર થેલા ભર શકર આતે થે, અબ થેલે મે પૈસે જાતે હૈ ઔર મુઠ્ઠીમે શકર આતી હૈ…’ કંઈક આવું જ ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે. તંત્રના પાપે પેટ્રોલમાં ઈથેનોલની ભેળસેળના કારણે ખાંડનું ઉત્પાદન ઘટતા તહેવાર ટાણે ખાંડ, ગોળના ભાવ આસમાને પહોંચી જતાં હવે મીઠાઈ પણ કડવી બની ગઈ છે. ખાંડ, ગોળ, દૂધ, ડ્રાયફ્રુટના ભાવ વધારાના કારણે સાતમ-આઠમ પર મીઠાઈમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો ઝીંકી દેવાતા હવે લોકોના ભાણામાંથી મીઠાઈ ગાયબ થઈ ગઈ છે.

અમેરિકા-ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે ક્રુડ તેલની તંગી જોવા મળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો જેના કારણે ભારતમાં રિટેલ અને જથ્થાબંધ મોંઘવારીમાં જબરો ઉછાળો જોવા મળ્યો છે.

પેટ્રોલની તંગીના કારણે તંત્રએ નવો અખતરો કર્યો હતો જેમાં પેટ્રોલમાં અગાઉ ૧૦ ટકા ઈથેનોલ ભેળવવામાં આવતો હતો તેના બદલે ૨૦ ટકા ઈથેનોલનું મિશ્રણ કરવાનું શરૂ કરી દેતા તેની સીધી અસર ખાંડ અને ગોળ પર જોવા મળી હતી.

પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધી જતાં ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે ત્યારે તહેવાર ટાણે એક જ દિવસમાં ખાંડમાં પ્રતિ કિલોએ રૂા.૧૫થી ૧૭નો ઉછાળો જોવા મળ્યો છે. ૫૫ રૂપિયે કિલો મળતી ખાંડ અત્યારે ૭૦ રૂપિયાથી ૭૨ રૂપિયે કિલોએ પહોંચી ગઈ છે.

ખાંડની સાથોસાથ ગોળના ભાવમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે જેમાં કોલ્હાપુરી ગોળ ૫૦ રૂપિયે કિલો મળતો હતો તેના ભાવ અત્યારે ૬૦ રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જ્યારે દેશી ગોળ પ્રતિ કિલો ૬૫ રૂપિયે મળતો હતો તે ૮૦ રૂપિયે કિલો પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: મોરબીમાં 10 PIની આંતરિક બદલી: SP જાડેજા એલસીબીમાં મુકાયા

દર વર્ષે ઓગસ્ટ મહિનામાં શેરડીની આવક બંધ થઈ જતાં ખાંડની અછત જોવા મળે છે. દર વર્ષે કેન્દ્ર સરકાર ઓગસ્ટથી નવેમ્બર મહિના વચ્ચે ખાંડની નિકાસ બંધ કરી દે છે અને ૭૦થી ૧૦૦ ટન ખાંડનો જથ્થો સ્ટોકમાં રાખતા હોય છે પરંતુ આ વર્ષે ઈથેનોલનો ઉપાડ વધી જતાં ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે જેનો ભાવ ભારતના પ્રજાજનો બન્યા છે.

તંત્રના પાપે ખાંડ-તેલના ભાવ તહેવાર પર સળગતા કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકી દઈ બહારના દેશોમાંથી ખાંડની આયાત કરવી પડે તેવા દિવસો સામે આવ્યા છે.

એટલું જ નહીં મોંઘવારી ફાટી ન નીકળે તે માટે મોટા સપ્લાયરોથી માંડીને નાના સ્ટોકિસ્ટો માટે ખાંડ અને ગોળ માટે સ્ટોક લિમિટ જાહેર કરવામાં આવી છે. મોંઘવારીએ માથું ઉંચક્યા બાદ રહી રહીને જાગેલી કેન્દ્ર સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે પરંતુ કેન્દ્ર સરકારના પગલાં પહેલાં જ ખાંડ-ગોળના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ખાંડ અને ગોળ સહિતની ખાદ્ય ચીજમાં થયેલા તોતીંગ ભાવ વધારાના કારણે તહેવાર પર લોકોના રસોડાના બજેટ વેરવિખેર થઈ ગયા છે.

ખાંડના ભાવ વધતા સંગ્રહખોરીમાં વધારો

આ વર્ષે શેરડીનું ઉત્પાદન સારૂ થયું છે પરંતુ ઈથેનોલને પેટ્રોલ સાથે મિક્સ કરવામાં આવતા ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટી ગયું છે જેના કારણે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે મોટાગજાના વેપારીઓથી માંડીને નાના સ્ટોકિસ્ટો દ્વારા ખાંડ અને ગોળનો સંગ્રહ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

ખાંડના ભાવમાં તોતીંગ ઉછાળાથી હવે ચાની ચૂસ્કી પણ મોંઘી

કેન્દ્ર સરકારના પાપે મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખાંડ, ગોળ, ડ્રાયફ્રુટ, દૂધ સહિતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાંડના ભાવમાં રાતોરાત કિલોએ રૂા.૧૫થી ૧૭નો ભાવ વધારો ઝીંકી દેતા હવે ચાના રસિયાઓને ચાની ચૂસ્કી પણ મોંઘી પડશે.

રાજકોટ શહેરમાં ખાંડના ભાવમાં આવેલા તોતીંગ વધારાથી તહેવાર ટાળે હવે ચાના ધંધાર્થીઓ પણ ચાના ભાવમાં વધારો કરવાના મૂડમાં આવી ગયા છે. અમુક ચાના ધંધાર્થીઓએ તો અડધી ચાના રૂા.૧૫ હતા તેમાં વધારો કરી રૂા.૧૮ કરી નાખ્યા છે. જ્યારે આવી ચાના રૂા.૨૫ હતા તેના બદલે રૂા.૩૦ લેવાનું શરૂ પણ કરી દીધું છે.

રાજકોટમાં મુખ્ય વ્યવસાય ચા અને ફાકીનો જોવા મળે છે ત્યારે ચાની હોટલ ધરાવતા વેપારીનો સંપર્ક કરતા તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે, તાજેતરમાં દૂધના ભાવ વધ્યા બાદ હવે ખાંડ પણ મોંઘી થઈ જતાં ચાના ભાવ વધારી દેવામાં આવ્યા છે.

ખાંડ-ગોળ-ડ્રાયફ્રુટના ભાવ વધતા તહેવાર ટાણે મીઠાઇ કડવી બની

મીઠાઇમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો: ગરીબ-મધ્યમ વર્ગની થાળીમાંથી મીઠાઇ ગાયબ

તંત્રના પાપે તહેવાર ટાણે જ ખાંડમાં કિલોએ ૧૫થી ૧૭ અને ગોળમાં કિલોએ ૧૦થી ૧૫ રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા તેની બજાર પર વિપરીત અસર જોવા મળી રહી છે. એક તરફ બહારના દેશોમાંથી આવતું ડ્રાયફ્રુટની શોર્ટ સપ્લાય અને સ્થાનિક બજારમાં ખાંડ-ગોળ મોંઘા થતાં સાતમ-આઠમના તહેવાર પર મીઠાઈ કડવી બની ગઈ છે. મોંઘવારીના કારણે મીઠાઈમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો ઝીંકી દેવાતા હવે ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી મીઠાઈ પણ ગાયબ થઈ ગઈ છે.

રાજકોટમાં મીઠાઈના સૌથી મોટા વેપારી શિવશક્તિવાળા જગદીશભાઈ સાથે `વોઈસ ઓફ ડે’એ વાતચીત કરતાં જગદીશભાઈએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે પ્રથમ દૂધ મોંઘુ થયું ત્યારબાદ વિદેશથી આવતા ડ્રાયફ્રુટ બદામ, કાજુ, અંજીર, અખરોટ, કિસમીસની આવક ઘટતા તેના પણ ભાવ વધ્યા છે અને હવે ખાંડ અને ગોલના ભાવ વધતા વેપારીઓને ફરજિયાત મીઠાઈમાં કિલોએ રૂા.૪૦નો ભાવ વધારો કરવો પડ્યો છે.

વસ્તુજૂનો ભાવનવો ભાવ
પેંડા૫૬૦૬૦૦
મિકસ મીઠાઈ૬૪૦૬૮૦
કાજુકતરી૧૦૮૦૧૧૬૦
ગુલાબ પાક૬૨૦૬૬૦
અંજીર પાક૬૨૦૬૬૦
બરફી૬૨૦૬૬૦

ઇથેનોલના કારણે ગોળ-ખાંડના ભાવ વધ્યા હોવાનો સરકારનો ઇનકાર

સાતમ-આઠમના તહેવાર ટાણે જીવન જરૂરી ચીજવસ્તુ ગોળ અને ખાંડના ભાવમાં તોતીંગ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ કરવાનું પ્રમાણ ૧૦ ટકાથી વધારી ૨૦ ટકા કરી દીધું છે જેના કારણે ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ કેન્દ્ર સરકારે આ વાતનો ઈનકાર કરતા નિવેદન આપ્યું છે કે, ઈથેનોલના કારણે ગોળ-ખાંડના ભાવ વધ્યા નથી પરંતુ આ વર્ષે શેરડીનું વાવેતર મોડું થતાં ભાવ વધારો થયો હોવાનું જણાવ્યું છે.

Share Article

Other Articles

Previous

બળાત્કારનો કેસ દબાવવા પંજાબના મુખ્યમંત્રીના પત્નીએ 5 કરોડ લીધા?

Next

મોરબીમાં 10 PIની આંતરિક બદલી: SP જાડેજા એલસીબીમાં મુકાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ
2 કલાક પહેલા
રાજ્યભરમાં FDCA ના દરોડા: અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ અને નકલી દવાઓ ઝડપાઈ: 30થી વધુ સ્થળોએ તપાસ
2 કલાક પહેલા
1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
2 કલાક પહેલા
ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3505 Posts

Related Posts

મોદી પોતાની નિવૃતિની ચર્ચા કરવાનાગપુર ગયા હોવાનો રાઉતનો દાવો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સંસદની ઘટના અંગે કરાઈ સામસામી પોલીસ ફરિયાદ
Breaking
2 વર્ષ પહેલા
‘વોટ ચોરી’ વિવાદ : મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવાની વિપક્ષની તૈયારી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કાશ્મીરમાં ક્યાં થયો અકસ્માત ? કેટલાના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર