Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: આ તારીખથી ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી કરાશે શરૂ

Wed, November 5 2025

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

કમોસમી  વરસાદને લીધે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે તમારી પડખે છીએ. મંત્રીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. ખુદ સીએમ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.

આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કરશે સમીક્ષા, ડેડીયાપાડામાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધશે

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણષ વેચવી નહીં પડે.

રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે.

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી

ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત : પંતની વાપસી, શમીને ફરી ન મળ્યું સ્થાન,જાણો ટીમમાં કયા ફેરફાર કરાયા

Next

બિહારમાં મહિલાઓને રીઝવવાની જામી હોડ! NDAના 10 હજાર સામે તેજસ્વીના રૂપિયા 30 હજારની સહાય આપવાનો વાયદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં વધુ પાણી ખેંચવા-લાઈનને સાચવવા’ કરોડો રૂપિયાનું ‘પાણી’ કરાશે ! સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
31 મિનિટutes પહેલા
રાજકોટમાં ડીઆઈ પાઈપલાઈન બિછાવવા રસ્તા ખોદી નાખ્યા, હવે 9 કરોડના ખર્ચે બૂરાશે, સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
45 મિનિટutes પહેલા
રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગનો મામલો : ‘પેંડા ગેંગ’ 10 દિવસના રિમાન્ડ પર,’સીટ’ A ટુ Z માહિતી કઢાવી જેલમાં ધકેલશે
57 મિનિટutes પહેલા
બાંગ્લાદેશમાં આદૂ વેચવા જતાં રાજકોટના વેપારીએ 21 લાખ ગુમાવ્યા : 100 ટન આદૂ બારોબાર વેચી પૈસા ઓળવી જતા ફરિયાદ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2638 Posts

Related Posts

રાજકોટમાં કોરોના કેટલા લોકોને `અડી’ ગયો !, વાંચો
રાજકોટ
2 વર્ષ પહેલા
મુસ્લિમ તાંત્રિકે હેવાનિયતની હદ વટાવી : કબ્રસ્તાનમાં સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં પ્રદૂષણ ડેન્જર લેવલ પર : સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી ; ધો. 12 સુધીની સ્કૂલો બંધ કરવા આદેશ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટ સીટી બસમાં થતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ દ્વારા મનપા કચેરીએ આવેદનપત્ર અપાયુ શું કહ્યું ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર