ગુજરાત સહિત કેટલા રાજ્યો સંકટમાં ? જુઓ
કેટલા જિલ્લાઓમાં દુષ્કાળ જેવી હાલત ?
દેશમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. લૂ પણ અનેક રાજ્યોમાં ભારે સંતાપ આપી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ગુજરાત સહિત દેશના 23 રાજ્યોના 125 જિલ્લા દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 14 માર્ચથી 10 એપ્રિલ વચ્ચેના આંકડા જાહેર કર્યા હતા.
દેશના 23 રાજ્યોના આ બધા જિલ્લાઓની હાલત ખરાબ છે અને જો ગરમી વધુ રહેશે તો હાલત વધુ બગદ્વાનો ખતરો છે. ગરમીના શરૂઆતના દિવસોમાં જ આ જીલ્લાઓની હાલત ખરાબ છે . સરકાર પણ ચિંતામાં છે. આ જિલ્લાઓમાં મોંઘવારી પણ એક સમસ્યા છે. ખેડૂતો અને આમ જનતા બંને હેરાન છે.
આ સંકટગ્રસ્ત જિલ્લાના રાજ્યોમાં ગુજરાત, હરિયાણા, હિમાચલ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલ નાડુ, અરુણાચલ પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે આ રાજ્યોના અનેક જિલ્લા ડ્રાઈ અને એક્સ્ટ્રીમ ડ્રાઈ કન્ડિશનનો સામનો કરી રહ્યા છે.
આ જિલ્લાઓમાં પાણીની માંગ વધી રહી છે અને ગરમી સામે વધી રહી છે. અનેક જિલ્લાઓમાં પૂરતું પાણી મળતું નથી તેવી ફરિયાદો ઘણા સમયથી રહી છે. બીજી બાજુ એવી આગાહી પણ કરાઇ છે કે આંધ્ર સહિતના કેટલાક રાજ્યોમાં શનિવારથી લઈને સોમવાર સુધી 30 થી 40 કિમી ગતિ સાથે હવા ફુંકાશે અને વીજળી પણ ગર્જના કરશે.