બદનક્ષીના કેસમાં સંજય રાઉતને 15 દિવસની જેલ
શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં 15 દિવસની જેલની સજા અને 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ પકોર્ટે કર્યો હતો.
મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદને ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ. મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છે, અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે.
ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયાએ રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાઉતે મીરા ભાયંદરમાં સાર્વજનિક શૌચાલયના નિર્માણમાં રૂ. 100 કરોડના કૌભાંડમાં સામેલ હોવાના તેના અને તેના પતિ પર પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપો લગાવ્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા.