છત્તીસગઢમાં ધડાકો, 1 જવાન ઘાયલ, અફરાતફરી
છત્તીસગઢમાં કેટલાક સ્થળો પર માથાકૂટ અને ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે અહીં બીજાપુર પંથકના ચિહકા નામના ગામમાં ભારે અશાંતિ સર્જાઇ હતી. મતદાન દરમિયાન જ કેન્દ્ર પાસે જોરદાર આઇઇડી ધડાકો થયો હતો ત્યારે દોડાદોડી સાથે લોકોમાં ભય ફેલાઈ જતાં પોલીસ અને જવાનોએ મામલો હાથમાં લઈને ઘાયલ થયેલા 1 જવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે કહ્યું હતું કે મતદાન દરમિયાન ધડાકો થયો હતો અને અમે તેના માટે જવાબદારોની તલાશ કરી રહ્યા છીએ. થોડા સમય માટે અહીં મતદાન રોકાઈ ગયું હતું.