અમેરિકી ટેરિફના અમલથી દેશની કેટલી કંપનીઓ સામે સંકટ ? વાંચો
જો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચન મુજબ 25% આયાત શુલ્ક લાદે છે, તો ઘણી મોટી ભારતીય કંપનીઓને મોટી અસર થઈ શકે છે. ખાસ કરીને જે અમેરિકામાં મોટા પાયે નિકાસ કરે છે તેવી ટોચની ૫૦ કંપનીઓને ભારે સંકટનો સામનો કરવો પડશે તેમ બહાર આવ્યું છે . કંપનીઓને અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે અને સરકારને પણ ખોટ જઈ શકે છે .
દેશની ફાર્મા કંપનીઓને મોટી ખોટ જઈ શકે છે કારણ કે એમનું અમેરિકાથી મહેસૂલી પોકેટ ૩૦ થી ૭૦ ટકા જેટલું છે . એ જ રીતે કેમિકલ કંપનીઓ ૨૦ થી ૩૦ ટકા એવી છે જે અમેરિકા પર જ નિર્ભર છે . ખાસ કેમિકલ અને એગ્રો કેમિકલ કંપનીઓ માટે મોટો ખતરો છે .
એજ રીતે દેશની ટેક્સટાઇલ કંપનીઓ માટે પણ ભારે ચણીતા ઊભી થઈ શકે છે. કારણ કે ટેક્સટાઇલ અને ગારમેન્ટ પૈકીની કેટલીક કંપનીઓ ૬૦ થી ૭૦ ટકા એક્સપોર્ટ કરે છે . ઓટો પાર્ટસ તો અમેરિકા બજારમાં મોટો હિસ્સો ધરાવે છે અને તેના માટે પણ મુસીબત વધી શકે છે .
એન્જિનિયરિંગ અને સોલાર કંપનીઓ માટે પણ પડકાર ઊભાંથઈ શકે છે . આ કંપનીઓ મોટા પાયે સોલાર પેનલ અને અન્ય ઉત્પાદનો અમેરિકા મોકલે છે . આમ એમના માટે પણ મુસીબતો આવી શકે છે અને ધંધાપર મોટી નકારાત્મક અસર આવી શકે છે .
ઓછા રોકાણ ધરાવતી (૧૦-૧૫%) ધરાવતી કંપનીઓ પર ઓછી અસર પડી શકે છે. ઉચ્ચ રોકાણ (૪૦-૭૦%) ધરાવતી કંપનીઓના શેરમાં વધઘટ થવાની શક્યતા છે. એલએન્ડ ટી , આઇટીસી જેવી વૈવિધ્યસભર કંપનીઓ પર અસર મર્યાદિત છે. રોકાણકારોને સાવધ રહેવાની સલાહ નિષ્ણાતોએ આપી છે . વેપારીઓએ 3 એપ્રિલ પહેલા રણનીતિ નક્કી કરવી પડશે.