રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ વધ્યા છે. હાર્ટએટેક હવે કોઈ ઉંમર જોઇને નથી આવતા પરંતુ બાળકથી લઈને તંદુરસ્ત લોકોને આવી શકે છે ત્યારે જામનગરમાં પણ વધુ એક યુવાનનો હાર્ટએટેકે ભોગ લીધો છે. 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. MBBSમાં અભ્યાસ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કિશન માણેક નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગરની છે જ્યાં MBBS માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. કિશન માણેકનુ હાર્ટ એટેકથી અકાળે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ મગનલાલ માણેક નામના અધિકારીનો પુત્ર કિશન હેમંતભાઈ માણેક (ઉ.વ.19) નામનો યુવક જામનગરની મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે. ગઇકાલે તબીબ વિદ્યાર્થી જીમમાં ગયા બાદ પડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યો હતો. યુવાન પુત્રના મોતથી અધિકારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.