રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના
ગોંડલ-જસદણ હાઇવે પર સામે આવી છે જ્યાં 2 કાર સામ-સામે અથડાતા 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જયારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે અને ઈજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલ-જસદણ હાઇવે પર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે ફરી આજે વહેલી સવારે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કાર સામસામે અથડાતા એક મહિલા સહિત 2ના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વહેલી સવારે બનેલ અકસ્માતને લઈને 108 એમ્બ્યુલન્સ,નગરપાલિકા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જસદણ તરફથી આવતી ઇનોવા કાર અને ટ્રાઈબર કાર વચ્ચે અકસ્માત થયો હોવાની વિગતો સામે આવી રહી છે અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર 5 લોકોમાંથી ડ્રાઈવર,મહિલા સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિઓ જસદણ અને ગોંડલના હોવાની વિગતો હાલ સામે આવી છે ત્યારે મૃતકના મૃતદેહોને ગોંડલ-જસદણ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.