પશુપાલકો માટે ખુશીના સમાચાર : બનાસ ડેરીએ ઐતિહાસિક ભાવ વધારો કરવાની કરી જાહેરાત
પાલનપુર
બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં દૂધના કિલો ફેટના ભાવ વધારોની જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે. કિલો ફેટે ભાવ ₹989 જાહેર કરાયો છે. ગત વર્ષે ₹948 ભાવ જાહેર કર્યો હતો. ગત વર્ષે 6 ટકા લેખે પશુપાલકોને ₹550 કરોડ વધારે ચૂકવ્યા છે. ગત વર્ષે પશુપાલકોને ₹1932 કરોડ ચૂકવાયા હતા. આ વર્ષે ₹1973 કરોડ પશુપાલકોને ચૂકવાશે. 22 ટકા લેખે પશુપાલકોને ભાવ વધારાનો લાભ મળશે. ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનીંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. ટ્રેનીંગ સેન્ટરમાં IAS અને IPSને ટ્રેનિંગ અપાશે.
પશુપાલકોને રૂ. 1973.79 કરોડ ઐતિહાસિક ભાવફેર ચૂકવતી બનાસ ડેરી#AGM2024 pic.twitter.com/0fzQuAkzIX
— Banas Dairy (@banasdairy1969) August 17, 2024
વિગતે વાત કરવામાં આવે તો,પશુપાલકોને 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા 18.52 ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મંડળીઓને ડિબેન્ચર તરીકે 100 કરોડ ચૂકવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સણાદરમાં 56મી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસડેરીની 56મી સાધારણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગત વર્ષે 1952 કરોડ હતો, જ્યારે આ વર્ષે મંદી હોવા છતાં 1973 કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે 18.52 ભાવ નફા તરીકે આપશે. સણાદરમાં યોજાયેલી બનાસ ડેરી ની 56 મી સાધારણ સભામાં ખાસ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોને ઘણો ફાયદો પણ થવાનો છે.