Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સડકોથી લઈને સેન્ટોસાના વૈભવી બંગલા સુધી ગુજરાતને ડૂબાડતું ચોમાસાનું  ‘વાર્ષિક સ્કેમ’! પ્રી-મોન્સૂન પ્લાનિંગના કરોડો ક્યાં ધોવાયા?

Mon, July 27 2026

ભારે વરસાદે આખા ગુજરાતને બાનમાં લીધું છે. અમદાવાદના પશ્ચિમના કહેવાતા પોશ વિસ્તારો—શેલા, બોપલ, શીલજ અને ઘુમા—૩૬ થી ૪૦ કલાક પછી પણ સ્વિમિંગ પૂલ બનેલા છે. કરોડો રૂપિયાના સેન્ટોસા જેવા સ્કીમના વૈભવી બંગલાઓમાંથી લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરવા પડે, ત્યારે સમજવું કે આપણું સિવિલ એન્જિનિયરિંગ અને અર્બન પ્લાનિંગ કાગળ પર પણ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીના રસ્તાઓ પર લક્ઝરી ગાડીઓ માત્ર સ્ટીલના ડબ્બાની જેમ તરતી જોવા મળી. દર ચોમાસે અંબાલાલ કાકા આકાશ સામે જોઈને નવી આગાહીઓ કરે છે, પણ જમીન પર બેઠેલી નગરપાલિકાઓ અને કોર્પોરેશનો ક્યારેય પોતાનું નસીબ બદલી શકતી નથી. આજે કોઈ ભાવનાત્મક વાતો નથી કરવી પણ  શુદ્ધ આંકડાશાસ્ત્રની ભાષામાં સમજવું છે કે ચોમાસું નહિ પણ પણ આપણું મિસમેનેજમેન્ટ આપણા ખિસ્સાને અને દેશના અર્થતંત્રને કેટલા હજારો કરોડમાં પડે છે?

ચોમાસું એ પ્રકૃતિનો ઉત્સવ હોવો જોઈએ, પણ ગુજરાતના શહેરો માટે તે ‘ઇકોનોમિક ડિઝાસ્ટર’ (આર્થિક આપત્તિ) બની ગયું છે. કરદાતાઓના અબજો રૂપિયા ક્યાં જાય છે, રસ્તાઓ કેમ દર વર્ષે બિસ્કિટની જેમ તૂટી જાય છે અને એક સામાન્ય મધ્યમવર્ગીય માણસ આ આકાશી સુલ્તાની અને જમીની કૂટનીતિ વચ્ચે કેટલું આર્થિક નુકસાન વેઠે છે—તેનું સાદું ગણિત ગણ્યું છે?

પ્રી-મોન્સૂન એક્શન પ્લાન: અબજો રૂપિયા કયા ‘ગટર‘ માં ગયા?

દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં ગુજરાતના તમામ મોટા કોર્પોરેશનો (AMC, SMC, RMC) ધામધૂમથી ‘પ્રી-મોન્સૂન એક્શન પ્લાન’ જાહેર કરે છે. કેચપીટ સાફ કરવી, ડ્રેનેજ લાઈનો ડ્રેજ કરવી અને લાઈનો ડાયવર્ટ કરવી.

આંકડાનો ખેલ: માત્ર અમદાવાદ (AMC) દર વર્ષે પ્રી-મોન્સૂન અને ચોમાસાના રોડ રિપેરિંગ પાછળ સરેરાશ ₹૧૫૦ થી ₹૨૦૦ કરોડનો ધુમાડો કરે છે. આખા ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનો આ આંકડો મેળવીએ તો દર વર્ષે ચોમાસા પહેલાં અંદાજે ₹૬૦૦ થી ₹૮૦૦ કરોડ પાણીની જેમ વહાવી દેવાય છે.

વાસ્તવિકતા: જો આટલો જંગી ખર્ચ થતો હોય, તો શેલામાં દર ચોમાસે પાણી કેમ ભરાય છે? ટીપી સ્કીમો મંજૂર કરતી વખતે કુદરતી પાણીના નિકાલના વહેણ (Natural Storm Water Drains) ને બિલ્ડરો સાથે મળીને પૂરી દેવામાં આવ્યા. પરિણામે કરોડોની પ્રોપર્ટી આજે વેલ્યુએશનમાં શૂન્ય થઈ ગઈ છે.

રોડ-રસ્તા અને પુલોનું ધોવાણ: ‘બિલ્ડ-બ્રેક-રિપીટ‘ નું મોડેલ

ગુજરાતના રસ્તાઓ જાણે ચોમાસામાં ઓગળી જવા માટે જ બને છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઠેર-ઠેર ડાઇવર્ઝન આપવા પડ્યા છે, કારણ કે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પર ટ્રકો ચાલી શકે તેવી સ્થિતિ નથી.

રીપેરીંગનો વાર્ષિક અંદાજ: ચોમાસું પૂરું થતાં જ રસ્તાઓ પર ‘પેચવર્ક’ અને રિ-સરફેસિંગનો નવો ખેલ શરૂ થાય છે. એક અંદાજ મુજબ, ગુજરાત સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ચોમાસા પછી રસ્તા અને પુલોના નિકંદન બાદ ફરી બેઠા કરવા માટે ₹૧,૫૦૦ થી ₹૨,૦૦૦ કરોડનો વધારાનો બોજ ઉપાડવો પડે છે. કોન્ટ્રાક્ટરો માટે આ ‘સદાબહાર બિઝનેસ મોડેલ’ છે—ચોમાસામાં રસ્તો તૂટે તો જ ઓક્ટોબરમાં નવો કોન્ટ્રાક્ટ મળે!

વાહનોનું ડૂબવું: વીમા કંપનીઓ અને માલિકો પર પ્રચંડ આર્થિક ફટકો

સુરત, નવસારી અને અમદાવાદના પશ્ચિમ ઝોનમાં હજારો વાહનો ગળાડૂબ પાણીમાં ગરકાવ થયા છે. એક આધુનિક કારમાં જ્યારે પાણી ઘૂસે છે, ત્યારે તે માત્ર બોડીને નુકસાન નથી કરતું, તેની આખી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને એન્જિન (Hydro-lock) નકામું થઈ જાય છે.

વાહનનો પ્રકાર સરેરાશ રીપેરીંગ/એન્જિન ઓવરહોલિંગ ખર્ચ

ટુ-વ્હીલર (એક્ટિવા/બાઈક)₹૩,૦૦૦ થી ₹૮,૦૦૦
હેચબેક/સેડાન કાર (WagonR, Swift, City)₹૫૦,૦૦૦ થી ₹૧,૫૦,૦૦૦
લક્ઝરી એસયુવી (Fortuner, BMW, Audi)₹૩,૦૦,૦૦૦ થી ₹૭,૦૦,૦૦૦+

જો કોઈ કારમાં ઈન્સ્યોરન્સમાં ‘એન્જિન પ્રોટેક્શન કવર’ ન હોય, તો ગાડીના માલિકનું આખું આર્થિક બજેટ ખોરવાઈ જાય છે. આ ચોમાસામાં ગુજરાતમાં અંદાજે ૨૫,૦૦૦ થી વધુ નાના-મોટા વાહનોને નુકસાન થયું છે, જેનો કુલ આર્થિક આંકડો ₹૧૫૦ થી ₹૨૦૦ કરોડને આંબી જાય છે.

ઘરવખરી અને વેપારનું નુકસાન: મધ્યમ વર્ગની કમર ભાંગતો આંકડો

સેન્ટોસા જેવી લક્ઝુરિયસ સ્કીમના ગ્રાઉન્ડ ફ્લોર પર કે સોસાયટીઓમાં જ્યારે ૩ થી ૪ ફૂટ પાણી ભરાય છે, ત્યારે કિંમતી સોફા, મોંઘા લાકડાના ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો (ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન) સડી જાય છે.

પરિવાર દીઠ નુકસાન: પાણી ભરાયેલા વિસ્તારોમાં એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારને ઘરવખરી પેટે સરેરાશ ₹૫૦,૦૦૦ થી ₹૨,૦૦,૦૦૦ નું સીધું નુકસાન થાય છે.

દુકાનદારો અને ગોડાઉન: સુરત અને નવસારીના કાપડ બજારો અને નીચાણવાળા ગોડાઉનોમાં પાણી ઘૂસવાને કારણે કરોડોનો માલ સડી ગયો છે. વેપારીઓ માટે આ ‘લોસ્ટ ટર્નઓવર’ છે, જેનો વીમો મેળવવામાં પણ મહિનાઓ નીકળી જાય છે. આ સામાજિક નુકસાનનો આંકડો ₹૫૦૦ કરોડથી વધુનો છે.

‘ટેક્સ‘ આપીએ છીએ, ‘ટોલ‘ આપીએ છીએ, બદલામાં શું?

અંબાલાલ કાકા કદાચ આગામી દિવસોમાં વરસાદ ઓછો થવાની આગાહી કરી દેશે અને પાણી પણ ઓસરી જશે. પણ સવાલ એ છે કે નાગરિકોના ખિસ્સામાંથી ટેક્સ અને રોડ ટોલના નામે જે અબજો રૂપિયા લેવાય છે, તે બદલામાં આપણને ૩૬ કલાકનો ભરાવો અને ડૂબેલી ગાડીઓ કેમ મળે છે? જ્યાં સુધી ભ્રષ્ટ એન્જિનિયરો, નબળા કોન્ટ્રાક્ટરો અને દિશાવિહીન અર્બન પ્લાનર્સની આર્થિક જવાબદારી નક્કી કરીને તેમને જેલ ભેગા કરવામાં નહીં આવે, ત્યાં સુધી દર ચોમાસે ગુજરાતનું અર્થતંત્ર આ જ રીતે પાણીમાં ડૂબતું રહેશે અને સામાન્ય માણસ પોતાની મહેનતની કમાણીના અવશેષો બચેલા પાણીમાં શોધતો રહેશે! કે પછી ચોમાસામાં પાણી ન ભરાય એના માટે પણ આંદોલન કરવું પડશે?

ગુજરાતના ચોમાસાનું ‘હિડન‘ ઇકોનોમિક બિલ

મેન-અવર્સનું નુકસાન : જ્યારે કોઈ વ્યક્તિ ઓફિસે કે ધંધા પર નથી પહોંચી શકતી અથવા પાણી ભરાવાને કારણે ટ્રાફિકમાં ૪ કલાક ફસાયેલી રહે છે, ત્યારે દેશની પ્રોડક્ટિવિટી ઘટે છે. ગુજરાતમાં આ ચોમાસાના કારણે અંદાજે ₹૩૦૦ કરોડના વર્કિંગ અવર્સ વેડફાયા છે.

મેડિકલ બિલનો નવો આંકડો: ચોમાસાના ગંદા પાણી ઓસર્યા પછી મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને ટાઈફોઈડ જેવા રોગોનો રાફડો ફાટશે. પ્રી-મોન્સૂનની નિષ્ફળતા સામાન્ય માણસના મેડિકલ બિલમાં સરેરાશ ₹૧૫,૦૦૦ થી ₹૫૦,૦૦૦ નો વધારો કરશે, જે સીધો ફાર્માસ્યુટિકલ કંપનીઓના નફામાં જશે.

પ્રોપર્ટી ડી-વેલ્યુએશન: શેલા અને બોપલ જેવા વિસ્તારો જ્યાં દર વર્ષે પાણી ભરાય છે, ત્યાં ભવિષ્યમાં રિયલ એસ્ટેટના ભાવો પર ૫% થી ૧૦% નો સાયકોલોજિકલ આંચકો લાગે છે. બિલ્ડરો ઊંચા ભાવે સ્કીમો વેચીને નીકળી જાય છે પણ આજીવન હાલાકી નાગરિકે ભોગવવી પડતી હોય છે.

Tags:

ClimateImpactFloodManagementGovernmentAccountabilityGujaratFloodsGujaratMonsoonInfrastructureIssuesLuxuryLivingMonsoon2023MonsoonScamPreMonsoonPlanningRainySeasonRealityRoadsToBungalowsSentosaLifeSentosaLuxuryUrbanPlanning

Share Article

Other Articles

Previous

એક સપ્તાહ સુધી પડેલા ભારે વરસાદના કારણે ૨૧ ડેમ હાઇએલર્ટ

Next

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મોદી સામે મોટો રાજકીય પડકાર, કોઈના દબાણ સામે ન ઝૂકતા હોવાનો ભ્રમ ભાંગ્યો
2 મિનિટutes પહેલા
ગંગા નદીમાં ચિકન ન ખાઈ શકાય એવો કોઈ કાયદો નથી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભુયાન
4 મિનિટutes પહેલા
રાજ્યના અડધો ડઝનથી વધુ જિલ્લામાં લીલો દુકાળ!
6 મિનિટutes પહેલા
સુરતીઓની કમાલ, પૂરમાં કારને તણાતી બચાવવા માટે નવો કિમિયો શોધી કાઢ્યો
8 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3328 Posts

Related Posts

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
નેશનલ
2 દિવસ પહેલા
મવડીમાં કારખાનેદારની પત્નીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
હિમાચલમાં ભારે વરસાદને પગલે : સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત…
નેશનલ
3 વર્ષ પહેલા
72 વર્ષના વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરીને લૂંટી લેનાર આરોપીને કોઈ કોર્ટ જામીન આપશે નહીં, સુપ્રીમ કોર્ટનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર