ભાઈબીજે સિટી બસમાં મફત મુસાફરી: બહેનોને રાજકોટ મનપાની ભેટ
- તા.૩ને રવિવારે કોઈ પણ રૂટ ઉપર ગમે એટલી વખત મહિલાઓ મુસાફરી કરી શકશે
ભાઈબીજ નિમિત્તે બહેનો સિટી તેમજ બીઆરટીએસ બસમાં આરામથી મુસાફરી કરી શકે તે માટે મહાપાલિકા દ્વારા ભેટ આપવામાં આવી છે. તા.૩ને રવિવારે ભાઈબીજ નિમિત્તે રાજકોટના મહિલાઓ કોઈ પણ રૂટ ઉપર ગમે એટલી વખત સિટી તેમજ બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકશે.
આ અંગે પદાધિકારીઓએ જણાવ્યું કે દર વર્ષની પરંપરા મુજબ આગામી તા.૩ને રવિવારે ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા બહેનો-મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપે છે. ભાઈબીજના પવિત્ર તહેવારના દિવસે કોઈ પણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો-મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જ્યારે પુરુષોએ મુસાફરી દરમિયાન રાબેતા મુજબ ટિકિટ લેવાની રહેશે. આ ભેટનો મહત્તમ લાભ લેવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.
