અમેરિકામાં ભૂકંપ: તીવ્રતા 6.0 ની નોંધાઈ
અમેરિકાના પશ્ચિમ કિનારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રીઓએ આ માહિતી આપી હતી. અમેરિકી જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.0 હતી. જો કે ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.સિસ્મોલોજિસ્ટ્સે શરૂઆતમાં આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હોવાનું અનુમાન લગાવ્યું હતું.
ક્યાં આવ્યો ભૂકંપ?
6.0ની તીવ્રતાનો આ શક્તિશાળી ભૂકંપ પેસિફિક મહાસાગરની ફોલ્ટ લાઈન પર જ અનુભવાયો હતો. આ ફોલ્ટલાઇન ઓરેગન રાજ્યના બેંડન શહેરથી 173 માઈલ (297 કિલોમીટર) દૂર હોવાની જાણકારી મળી રહી છે. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લોકોના ડરના માર્યા ઘર-ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.
ચીનના શિજાંગમાં પણ ધરતી ધ્રૂજી
અહેવાલો અનુસાર, ચીનના શિજાંગમાં પણ ધરતી ધ્રૂજી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે (31મી ઓક્ટોબર) સવારે ચીનના શિજાંગમાં રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ સવારે 7:02 વાગ્યે (IST) આવ્યો હતો.