ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફાર: સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજેની મોટી એન્ટ્રી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પાર્ટીના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારો કરતા પોતાની નવી ટીમની જાહેરાત કરી છે. આગામી સમયમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવેલી આ નવી ટીમમાં યુવા ચહેરાઓ, અનુભવી મહિલા નેતાઓ અને વિવિધ જ્ઞાતિ સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ફેરફારમાં સ્મૃતિ ઈરાની અને વસુંધરા રાજે જેવા દિગ્ગજ નેતાઓને પદભાર સોંપવાની સાથે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના નેતાઓને પણ રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
સંગઠનમાં નવા સમીકરણો અને મુખ્ય નિમણૂકો
પાર્ટી અધ્યક્ષ નીતિન નવીન દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ટીમમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વસુંધરા રાજે સિંધિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઉપાધ્યક્ષ, મહાસચિવ, સચિવ અને પ્રવક્તાઓ સહિતના વિવિધ હોદ્દાઓ પર ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોના નેતાઓને સ્થાન આપીને રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના પાયાને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
ગુજરાત
વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
જગદીશ ઈશ્વરભાઈ પટેલ – રાષ્ટ્રીય સચિવ
રોહન ગુપ્તા – રાષ્ટ્રીય સચિવ
હેમાંગ જોશી – યુવા મોરચા પ્રમુખ

ઉત્તર પ્રદેશ
રેખા વર્મા – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
તારિક મંસૂર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સ્મૃતિ ઈરાની – રાષ્ટ્રીય મહા સચિવ
હરીશ દ્વિવેદી – રાષ્ટ્રીય મહા સચિવ
ભોલા સિંહ – રાષ્ટ્રીય સચિવ
સંગીતા યાદવ – રાષ્ટ્રીય સચિવ
અમરપાલ મૌર્ય – OBC મોરચા પ્રમુખ
કુંવર બાસિત અલી – લઘુમતી (માઈનોરિટી) મોરચા પ્રમુખ

દિલ્હી
રામ માધવ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
બી.એલ. સંતોષ – રાષ્ટ્રીય સંગઠન મહા સચિવ
સુનીલ બંસલ – રાષ્ટ્રીય મહા સચિવ
સંદીપ પાઠક – રાષ્ટ્રીય સચિવ
સ્વદેશ સિંહ – રાષ્ટ્રીય સચિવ
જય પ્રકાશ – રાષ્ટ્રીય સચિવ
રાજીવ બબ્બર – નોર્થ-ઈસ્ટ સહ-સંયોજક
પ્રદીપ ભંડારી – મીડિયા સહ-સંયોજક
સિદ્ધાર્થ યાદવ – મીડિયા સહ-સંયોજક
શિવાનંદ દ્વિવેદી – સોશિયલ મીડિયા સહ-સંયોજક

મહારાષ્ટ્ર
ભારતી પ્રવીણ પવાર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
વિનોદ તાવડે – રાષ્ટ્રીય મહા સચિવ
શિવપ્રકાશ – રાષ્ટ્રીય સહ-સંગઠન મહા સચિવ (મુંબઈ)
પીયૂષ ગોયલ – રાષ્ટ્રીય ખજાનચી
પ્રીતિ ગાંધી – સોશિયલ મીડિયા સહ-સંયોજક

રાજસ્થાન
વસુંધરા રાજે સિંધિયા – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સતીશ પૂનિયા – રાષ્ટ્રીય મહા સચિવ
રાજેશ મંગલ – રાષ્ટ્રીય સહ-ખજાનચી
મન્નાલાલ રાવત – ST મોરચા પ્રમુખ

મધ્ય પ્રદેશ
લાલસિંહ આર્ય – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
ગજેન્દ્ર પટેલ – રાષ્ટ્રીય મહા સચિવ
કવિતા પાટીદાર – રાષ્ટ્રીય સચિવ
વિષ્ણુ દત્ત શર્મા – ઓલ સેલ્સ કોઓર્ડિનેટર
બંસીલાલ ગુર્જર – કિસાન મોરચા પ્રમુખ
આશિષ ઉષા અગ્રવાલ – મીડિયા સહ-સંયોજક
ઉત્તરાખંડ

તીરથ સિંહ રાવત – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
મહેન્દ્ર પાંડે – કેન્દ્રીય કાર્યાલય સચિવ
અનિલ બલૂની – મીડિયા સંયોજક
આલોક ભટ્ટ – સોશિયલ મીડિયા સહ-સંયોજક
બિહાર
સિદ્ધાર્થ શંભુ – રાષ્ટ્રીય સચિવ
ઋતુરાજ સિન્હા – ઓલ સેલ્સ સહ-કોઓર્ડિનેટર
શિવેશ કુમાર રામ – SC મોરચા પ્રમુખ
ઓડિશા
બૈજયંત જય પાંડા – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સંબિત પાત્રા – નોર્થ-ઈસ્ટ સંયોજક
આંધ્ર પ્રદેશ
ડી. પુરંદેશ્વરી – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
વિષ્ણુ વર્ધન રેડ્ડી – ઓલ સેલ્સ સહ-કોઓર્ડિનેટર
પંજાબ
મનપ્રીત સિંહ બાદલ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
તરુણ ચુગ – કેન્દ્રીય કાર્યાલય પ્રભારી
કેરળ
કે. સુરેન્દ્રન – રાષ્ટ્રીય સચિવ
અનિલ એન્ટોની – રાષ્ટ્રીય સચિવ
છત્તીસગઢ
રૂપ કુમારી ચૌધરી – મહિલા મોરચા પ્રમુખ
દીપક મ્હાસ્કે – સોશિયલ મીડિયા સંયોજક
હરિયાણા
સંજય ભાટિયા – રાષ્ટ્રીય મહા સચિવ
અરુણ યાદવ – સોશિયલ મીડિયા સહ-સંયોજક
પશ્ચિમ બંગાળ
મધુચંદ્રા કર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
મનોજ તિગ્ગા – રાષ્ટ્રીય સચિવ
કર્ણાટક
એમ. નાગરાજ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
ત્રિપુરા
બિપ્લબ કુમાર દેવ – રાષ્ટ્રીય મહા સચિવ
ચંદીગઢ
સૌદાન સિંહ – રાષ્ટ્રીય સહ-સંગઠન મહા સચિવ
ઝારખંડ
પ્રદીપ વર્મા – રાષ્ટ્રીય સચિવ
નાગાલેન્ડ
ફાંગનોન કોન્યાક – રાષ્ટ્રીય સચિવ
તમિલનાડુ
એમ. વેંકટેશન – રાષ્ટ્રીય સચિવ
અસમ
મૃગાંક દેવ બર્મન – રાષ્ટ્રીય સચિવ
