Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટહોમ

`વિકાસ’ થવો જ જોઇએ પણ આંખ બંધ કરીને નહીં…

Tue, September 15 2026

લાયન સફારી પાર્ક પાછળ વધારાનો ખર્ચ, જિમની લ્હાણી, બગીચાઓની સાર-સંભાળ સહિતની દરખાસ્તો અટકાવી `આંધણ’ અટકાવાયું

5 જૂનથી 9 સપ્ટેમ્બર સુધીના 96 દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીની 11 બેઠક મળી જેમાં 141માંથી 9 દરખાસ્ત પેન્ડિંગ રખાઇ, 9 નામંજૂર, 11 પરત કરાઇ

વિકાસકામના આંકડાનો `સ્કોર’ વધારવા કરતા લોકોને વાસ્તવિક દેખાય તેવું કામ કરવા ઉપર ભાર આપવાની કામગીરીને બિરદાવતા લોકો

દરેક દરખાસ્તના ઊડતી નજરે નહીં, બિલોરી કાચથી કરાઇ રહેલા અભ્યાસથી `ભેદી’ ખર્ચ ઉપર લાગી બ્રેક

વોઇસ ઓફ ડે । રાજકોટ

રાજકોટમાં ફૂટપાથ પર પેવિંગ બ્લોક પાથરવાના હોય કે પછી કોઈ મોટો પ્રોજેક્ટ સાકાર કરવાનો હોય દરેકને મંજૂર કરવા માટે મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી કાર્યરત છે. દરેક વિકાસકામ પાછળ થતાં ખર્ચને મંજૂરી આપવા સહિતની અનેક સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે હોય છે. જો કે ચૂંટણી બાદ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પાંચેય હોદ્દા ઉપર ચાર્જ સંભાળતાની સાથે જ લેવાયેલા એક બાદ એક નિર્ણય ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પર કરવામાં આવતા અભ્યાસ બાદ હવે સ્ટેન્ડિંગ કમિટીનું નામ પોસ્ટમોર્ટમ કમિટી પાડી દેવામાં આવ્યું છે! મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની રચના થયાને આજે 96 દિવસ પૂર્ણ થયા છે ત્યારે આ દરમિયાન 11 વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ મળી ચૂકી છે અને તેમાં 141 દરખાસ્ત પણ મંજૂરી અર્થે મુકવામાં આવ્યા બાદ 9 દરખાસ્ત નામંજૂર કરી દેવામાં આવી છે તો નવને પેન્ડીંગ રાખવામાં આવી છે. આ જ રીતે 11 દરખાસ્તને પરત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

શાસકો દ્વારા પદભાર સંભાળ્યા બાદ પહેલો નિર્ણય એ લેવાયો હતો કે મહિનામાં એક વખત નહીં પરંતુ દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી. આ જ કારણથી 96 દિવસમાં 11 વખત બેઠક મળી ચૂકી છે. જો આ નિર્ણય ન લેવાયો હોત તો અત્યાર સુધીમાં ત્રણ વખત જ આ બેઠક મળી શકી હોત. દર સપ્તાહે મળતી બેઠકને કારણે દરખાસ્તોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે જેના લીધે શાસકોને અભ્યાસ કરવા માટે પૂરતો સમય મળી રહે છે. પાછલી કમિટીની બેઠક દર મહિને મળતી હોવાથી ૫૦થી લઈ ૧૦૦ દરખાસ્ત એજન્ડામાં સામેલ થવાને લીધે અભ્યાસ થઈ શકતો ન્હોતો અને ઉડતી નજરે અભ્યાસ કરીને દરખાસ્ત મંજૂર અથવા નામંજૂર કરી દેવામાં આવતી હતી. જો કે એ સમયે નામંજૂર, પરત કે પેન્ડીંગનો રેશિયો ખૂબ જ ઓછો રહેતો અને મંજૂર…મંજૂર…મંજૂર એવું વધુ સંભળાતું હતું.

હવે સ્ટેન્ડિંગ કમિટીમાં સામેલ દરેક સભ્યો દરખાસ્ત ઉપર પ્રશ્ન પૂછી શકે સાથે સાથે ચર્ચા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી `ભેદી’ ખર્ચ ઉપર પણ બ્રેક લાગી છે ઉપરાંત અધૂરી વિગતો સાથે દરખાસ્ત રજૂ કરીને તેને મંજૂરી અપાવી દેવાની `રમત’ પણ મહદ અંશે બંધ થઈ જવા પામી છે. એકંદરે દરેક દરખાસ્તનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ કમિટીની સહમતિ બન્યે મંજૂરી આપવાની પ્રથા શરૂ થઈ હોવાને લીધે વિકાસકામ ધીમે ધીમે મંજૂર થઈ રહ્યા છે પરંતુ પ્રજાના પૈસાનો આડેધડ વેડફાટ પણ બંધ થઈ ગયો છે તેમ કહી શકાય…

પાછલી કમિટીની બેઠકમાં જ લાયન સફારી પાર્ક પાછળ વધારાનો ખર્ચ, બગીચાઓની સંભાળ માટેના ખર્ચ, જિમની લ્હાણી સહિતની દરખાસ્ત નામંજૂર કરવા અથવા પેન્ડીંગ રાખી દેવામાં આવી છે જેનો ફાયદો આવનારા દિવસોમાં પ્રજાની તિજોરી ઉપર દેખાશે તેવું માની શકાય. એકંદરે વિકાસકામનો સ્કોર વધારવા માટે નહીં પરંતુ વાસ્તવિક વિકાસ દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી હોય લોકો તેને બિરદાવી પણ રહ્યા છે.

કાગળ ઉપર શાસકો મજબૂત, જમીન ઉપર હજુ ઘણું ખૂટે છે

શાસકોએ પદભાર સંભાળ્યા બાદ એક બાદ એક ઠરાવ કર્યા છે જેનું વ્હેલુ-મોડું પાલન પણ થઈ રહ્યું હોય કાગળ ઉપર શાસકો ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે. જો કે જમીન ઉપર હજુ ઘણું બધું કામ ખૂટતું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. જન્મ-મરણ વિભાગમાં લાઈનયુગનો અંત આવ્યો છે પરંતુ આજે નોંધણી કરાવી હોય તેને ત્રણથી ચાર મહિને દાખલો મળતો હોય આ સમસ્યાનો અંત લાવવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત મહાપાલિકાના દરેક વિભાગમાં અત્યારે અરજદારનું કામ એક ધક્કા પૂર્ણ થઈ રહ્યું નથી એ દિશામાં પણ ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર સહિતના સ્થળે અરજદારોને હેરાનગતિ થઈ રહ્યાની ફરિયાદ પણ ઉઠી રહી છે જેનો નિકાલ થવો અત્યંત આવશ્યક છે.

દરખાસ્તમાં વિકાસકામની એ ટુ ઝેડ માહિતી, સ્ટેન્ડિંગ કમિટીની સાથે સલાહકાર સમિતિનો નિર્ણય `બુસ્ટર ડોઝ’ સાબિત થશે

ગત બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે મહત્ત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં કમિશનર તરફથી મોકલવામાં આવતી દરખાસ્તમાં શું શું કામ કરવામાં આવનાર છે તેની એ ટુ ઝેડ મતલબ કે તમામ પ્રકારની માહિતી દર્શાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની સાથે જ સલાહકાર સમિતિ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જે દરખાસ્ત ૧૯ તારીખે મળનારા જનરલ બોર્ડમાં ઠરાવ સ્વરૂપે પસાર કરવામાં આવશે. આ બન્ને ઠરાવથી ક્વોલિટીયુક્ત વિકાસકામ થશે સાથે સાથે વધારાનો ખર્ચ થતો પણ અટકાવી શકાશે.

Tags:

breakingnewsCivicIssuesDevelopmentGujaratPoliticsLionSafariPostmortemCommitteePublicMoneyrajkotRajkotNewsrmcRMCNewsStandingCommitteevodvoiceofday

Share Article

Other Articles

Next

ચોર મચાયે શોર : પોલીસને હંફાવતો ટોપીધારી તસ્કર !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
`વિકાસ’ થવો જ જોઇએ પણ આંખ બંધ કરીને નહીં…
2 મિનિટutes પહેલા
ચોર મચાયે શોર : પોલીસને હંફાવતો ટોપીધારી તસ્કર !!
23 કલાક પહેલા
રાજકોટમાં ઠેર-ઠેર દિવા તળે અંધારું સ્ટ્રીટલાઇટને ઢાકી દેતા તોતિંગ વૃક્ષ
24 કલાક પહેલા
ભાદરવામાં ચોમાસું : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

વાઇબ્રન્ટ સમિટમાં જુઓ કોના કુર્તા અને જેકેટે આકર્ષણ જમાવ્યું
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
મારાથી બ્રેક જ ન લાગી…રાજકોટમાં 4 લોકોનો ભોગ લેનાર સિટી બસ ડ્રાયવર ખાટલે સૂતા પણ ખોટું બોલે છે ?
ક્રાઇમ
1 વર્ષ પહેલા
યુપીમાં ધોળા દિવસે બૅન્કની કેશ વેન લૂટાઈ, ગાર્ડની હત્યા
નેશનલ
3 વર્ષ પહેલા
મેગા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર