Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત

Fri, July 10 2026

૯,૧૦૦ થી વધુ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ

૮૦૦થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ લેખે ઘરવખરી અને કેશડોલની સહાય ચૂકવી દેવાઈ

પાણી નિકાલ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર

રોગચાળો ન ફેલાય તે માટે પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા નાયબ મુખ્યમંત્રીના કડક આદેશ

ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત શહેરના અસરગ્રસ્ત વિસ્તારને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી બેઠું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે અભૂતપૂર્વ કવાયત હાથ ધરવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની હાઈ-લેવલ સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આપત્તિના આ સમયમાં કોઈપણ પ્રકારની ઢીલાશ વગર નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય ત્રણ બાબતો ભરાઈ ગયેલા પાણીના યોગ્ય અને ત્વરિત નિકાલ, યુદ્ધના ધોરણે સફાઈ અને નાગરિકોનું સ્વાસ્થ્ય પર સર્વોચ્ચ ભાર મૂક્યો છે. પૂરના કારણે અસરગ્રસ્ત થયેલી તમામ દુકાનો, વેપાર-રોજગાર અને સામાન્ય જનજીવનને આગામી ૪૮ થી ૭૨ કલાકની અંદર ધમધમતું કરવા માટે તંત્રને સ્પષ્ટ અને કડક આદેશ આપવામાં આવ્યા છે.

૯૧૦૦ થી વધુ પરિવારોનો રેકોર્ડબ્રેક સર્વે અને રોકડ સહાય

પ્રશાસનની કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે તંત્ર રાત-દિવસ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરના અંદાજે ૯૧૦૦ જેટલા પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી ૮૦૦ થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬,૮૦૦ લેખે ઘરવખરી અને કેશડોલ તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આજે મોડી રાત સુધીમાં આ સહાય પહોંચાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સુરત શહેરના ૫૮ જેટલા નાના-મોટા ગલી-મહોલ્લા અને કોમર્શિયલ વિસ્તારોમાં બજારો તથા દુકાનોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સર્વેના આધારે સરકારી સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આવા સંજોગોમાં વેપારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે હેતુથી સરકાર પ્રો-એક્ટિવ અભિગમ દાખવીને અગાઉથી જ ડેટા તૈયાર કરી રહ્યું છે.

જો કોઈ વિસ્તાર કે સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય, તો તેના માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકોના ફોન આવતા જ ત્યાં સીધી ટીમ મોકલીને ત્વરિત સર્વે કરાવવામાં આવશે.

આપત્તિની આ ઘડીમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સમગ્ર સરકારી તંત્ર, પ્રશાસન અને કોર્પોરેશન રાત-દિવસ એક કરીને સુરતના નાગરિકોની સુરક્ષા અને સુવિધા આપવા કાર્યરત છે. ખૂબ જ ટૂંકા સમયમાં સુરત ફરી એકવાર અણનમ ઊભું થઈને દેશના વિકાસ એન્જિન તરીકે ધમધમતું થઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે.

Tags:

CommunitySupportDeputyChiefMinisterDisasterManagementEmergencyResponseFloodDisasterResponseFloodRecoveryGujaratGovernmentHarshSanghviLocalLeadershipRevivingSuratSuratFloodReliefSuratResilienceSuratRevivalSustainableRebuilding

Share Article

Other Articles

Previous

12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે

Next

રાજ્યના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
નશા માટે થતો દુરુપયોગ રોકવા સરકારનો કડક નિર્ણય, જાન્યુઆરી 2027થી નવો નિયમ લાગુ
12 મિનિટutes પહેલા
અયોધ્યાના ચઢાવામાં ચોરી મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, સ્વતંત્ર SIT અને રેકોર્ડ સીલ કરવાની માંગ
33 મિનિટutes પહેલા
12થી 15 જુલાઈ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદના ચાન્સ ઓછા, 16થી ફરી સક્રિય થશે
54 મિનિટutes પહેલા
પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કવાયત
1 કલાક પહેલા
Categories

નેશનલ

3246 Posts

Related Posts

વધુ એક વાવાઝોડાનો ખતરો !! 20 સપ્ટેમ્બરથી વાવાઝોડું ‘યાગી’ ગુજરાતને ધમરોળશે
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના જેલર જાડેજા સહિત ૯ Dy.SP-ACP નિવૃત્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના એટલાન્ટિસ આગકાંડને આજે એક મહિનો પૂરો : ઘટના પાછળ કોણ જવાબદાર,પોલીસ તંત્ર નિષ્ફળ ??
ગુજરાત
1 વર્ષ પહેલા
એમપીમાં બાબા બાગેશ્વરે શું કહ્યું ? શું કરી અપીલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર