ઉના તાલુકાની ચીખલીની પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર? વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાઓના બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા ઉઠ્યા છે. ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશનના 15 દિવસમાં અંદરથી લૂણો લાગતા ફરી આ કલર થયેલ દીવાલો ઉપરથી પોપડા ખરવા લાગ્યા છે.

2017-18માં SMC દ્વારા બનેલ આ શાળાનું પાયાનું કામ જ નબળું થયું હોવાથી હાલ રિનોવેશન કર્યા બાદ પણ ફરી નવું પ્લાસ્ટર અને કલર ખરવા લાગ્યા છે. સવાલ એ થાય છે કે 2017-18માં બનેલી શાળાનું રિનોવેશન કરવાની જરૂર કેમ પડી…? માત્ર 8 વર્ષના સમય ગાળામાં રૂમોમાં પાણી પાડવાની સમસ્યા ઊભી થઈ અને દીવાલોમાં લૂણો લાગવા લાગ્યો અને પ્લાસ્ટર ખરવા લાગ્યું. શાળાના કોલમોમાં જ નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : જેતપુરમાં કેટરર્સના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ

આ શાળા દરિયાઈ ખાડી થી થોડે દૂર બનેલી છે અને જમીનમાં ખારાશ રહેલી છે જેથી શાળાના બાંધકામ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું નહીં જેથી હાલ માત્ર 8 વર્ષમાં આ શાળાનું રિનોવેશન કરવાની ફરજ પડી છે. અંદરથી નબળું થયેલ બાંધકામ ફરી કરવામાં આવી રહેલ પ્લાસ્ટર અને કલરને પણ ટકવા દેતું નથી ત્યારે હાલ ચાલી રહેલા કામની કલરના પોપડા ખરી રહ્યાની ફરિયાદ ગામના એક જાગૃત નાગરિકે કરી છે.