સુરતમાં ડીઝલ ડીઝલ ચોરીના કૌભાંડનો બીજી વાર પર્દાફાશ થયો છે. સ્ટેટ વિજલન્સની ટીમ બાદ હવે CID ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ કરીને ડીઝલ ચોરીના કૌભાંડને પકડી પાડ્યું છે. ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમે મંગળવારે વહેલી સવારે સુરત આવી ગવિયર ગામે તાપી કિનારે રેડ કરી ભેળસેળ યુક્ત ડિઝલના બેરેલના જથ્થા સાથે 4ને પકડી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર સુરતના ગવિયર ગામે સ્ટેટ વિજલન્સ બાદ ગાંધીનગર CID ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા રેડ કરીને ગવિયર ગામથી ડીઝલ ચોરીના કૌભાંડનો બીજી વાર પર્દાફાશ કર્યો હતો. રેડ કરીને CID ક્રાઈમ બ્રાંચે 900 લિટર જલદ્ પ્રવાહી,2 પિક અપ વાન સહીત કુલ રૂ 7.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેમજ ૨ મોબાઇલ, હેન્ડ પંપ વિગેરે પણ કબ્જે કરવામાં આવ્યા છે.
સ્ટેટ વિજલન્સની ટીમ બાદ હવે CID ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ કરતા ડુમસ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર SOG અને સુરત PCB ની બ્રાન્ચ પણ ઊંઘતી રહી અને CID ક્રાઈમ બ્રાંચની ટીમે શીપ ડીઝલ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું છે. આરોપીઓ દરિયામાંથી શીપ ડીઝલ સસ્તા ભાવે લાવતા હતા અને શીપ ઉભી રાખીને તેમાંથી ડીઝલની આપ લે કરતા હતા,તેની બાતમી ગાંધીનગર CID ક્રાઈમને મળી હતી અને દરોડા પાડયા હતા.
25 મે 2024ના રોજ કામરેજમાં SMCના દરોડા
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે SMCએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડયુ હતુ. કાર્યવાહીમાં 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.