ચોટીલાના દેવસર ગામે રહેતો અને ધો.૪માં અભ્યાસ કરતો બાળક શાળાએથી પરત આવતા રસ્તામાં પગે ઠેસ આવતા પડી ગયો હોય જેને હાથમાં ઈજા થતા પરિવાર દ્વારા તેને વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. અહીં ઓપરેશન રૂમમાં ગયેલા બાળકનો મૃતદેહ પરત આવતા પરિવારે ડોકટરોની બેદરકારીના આક્ષેપ કર્યા હતા જેથી પોલીસે બાળકના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરેન્સિક પીએમ માટે ખસેડયો હતો.
મળતી વિગતો મુજબ, દેવસર ગામ રહેતો ૧૦ વર્ષીય વનરાજ પનજીભાઈ મેસરીયા બુધવારે બપોરે શાળાથી ઘરે જતો હોય ત્યારે રસ્તામાં ઠેસ આવતા પટકાયો હતો. બાળકને હાથમાં ઈજા થતા પરિવાર દ્વારા તેને વાંકાનેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબે તપાસી ઓપરેશન આવશે તેવું જણાવતા બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ બાળકની તબિયત લથડી હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારે ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરતા પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પી.એમ કરવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહીં મૃતક
બાળક વનરાજના પરિવારે જણાવ્યું હતું કે, વનરાજને ફક્ત હાથમાં જ ઇજા હતી બાકી તે સ્વસ્થ અને બોલતો ચાલતો હતો. તેને ઓપરેશનમાં લઈ ગયા બાદ શું બન્યું તેની જાણ તેઓને ડોક્ટર દ્વારા કરવામાં ન આવી અને બાળકને મૃત જાહેર કર્યો હતો. જેથી ડોક્ટરની બેદરકારી હોવાની ચંકાએ તે તેમજ મોલનું ચોક્કસ કારણ જાણવા કોરેન્સિક પી.એમ કરવાની માંગ કરી હતી. વધુમાં મૃતક વનરાજ બે બહેન બે ભાઈમાં મોટો હતો. બાળકના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.