મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે હવાઈ માર્ગે અમદાવાદથી સીધા રાજકોટના હિરાસર એરપોર્ટ પર ખાસ એરક્રાફટમાં આવશે જ્યાંથી હેલીકોપ્ટર મારફતે મોરબી પહોંચી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ મોરબીથી સાંજના 5 વાગ્યાની આસપાસ રાજકોટ જુના એરપોર્ટ ખાતે આવી રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં હાજરી આપી આઈકોનીક બ્રીજનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ હેમુ ગઢવી હોલ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના લાભાર્થીઓને પ્લોટની સનદો એનાયત કરશે. બાદમાં પેરેડાઈઝ હોલ ખાતે રાવળદેવ સમાજના 174 લાભાર્થીઓને સનદ એનાયત કરી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના કાર્યક્રમમાં હાજરી આપી હિરાસર એરપોર્ટ ખાતેથી એરક્રાફટ મારફતે અમદાવાદ જવા રવાના થશે.