ચીનની દાદાગીરીને કેવો મળ્યો જવાબ ? શું થયું ? જુઓ
- ડ્રેગનની દાદાગીરીને દક્ષિણ ચીની સાગરમાં જડબાતોડ જવાબ
- ફિલિપિનસે ચીની કોસ્ટગાર્ડનું જહાજ ટક્કર મારી ઉથલાવી દીધું
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
દક્ષિણ ચીનમાં દાદાગીરીના ચીનના પ્રયાસો સામે હવે ઘણાં દેશોએ કમર કસી છે. હવે તેને યોગ્ય જવાબ મળવા લાગ્યો છે. ચીનના કોસ્ટ ગાર્ડે આરોપ લગાવ્યો છે કે સોમવારે વહેલી સવારે ફિલિપાઈન્સના જહાજે જાણીજોઈને ચીનના જહાજને ટક્કર મારી હતી.
દક્ષિણ ચીન સાગરમાં ઘણાં દેશો વચ્ચે વધી રહેલા પ્રાદેશિક વિવાદોમાં આ વિસ્તાર એક નવો મુદ્દો બની ગયો છે. ચાઈનીઝ કોસ્ટ ગાર્ડની વેબસાઈટ પર એક નિવેદનમાં પ્રવક્તાએ કહ્યું કે, ‘ફિલિપાઈન્સના બે કોસ્ટ ગાર્ડ જહાજો શોલની નજીકના પાણીમાં પ્રવેશ્યા, ચાઈનીઝ કોસ્ટ ગાર્ડની ચેતવણીને અવગણીને ઈરાદાપૂર્વક ચીની બોટ સાથે અથડાવી હતી. બોટને મોટી નુકસાની થઈ હતી.
ફિલિપાઈન અધિકારીઓએ સ્પ્રેટલી ટાપુઓમાં વિવાદિત વિસ્તારની નજીક થયેલી અથડામણ પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી, જ્યાં વિયેતનામ અને તાઈવાન પણ પ્રદેશનો દાવો કરે છે. ચાઈનીઝ કોસ્ટ ગાર્ડના પ્રવક્તા ગાન યુએ કહ્યું કે, ‘ફિલિપાઇન્સ અથડામણ માટે સંપૂર્ણપણે જવાબદાર છે.
અમે ફિલિપાઇન્સને ચેતવણી આપીએ છીએ કે તે તેના ઉલ્લંઘનો અને ઉશ્કેરણીઓને તરત જ બંધ કરે, અન્યથા તેણે તેના કારણે ઉદ્ભવતા તમામ પરિણામો ભોગવવા પડશે.’ જેમાં સબિના શોલ અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોનો સમાવેશ થાય છે. સબિના શોલનું ચાઈનીઝ નામ જિયાનબીન રીફ છે.
સબિના શોલ ફિલિપાઈન્સના પશ્ચિમી ટાપુ પ્રાંત પલાવનથી લગભગ 140 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે પ્રદેશોને લઈને ચાલી રહેલા વિવાદોમાં આ એક નવો મુદ્દો બની ગયો છે.