બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ વાંચજો ! વર્ષ 2026માં પણ બોર્ડની પરીક્ષા 15 દિવસ ‘વહેલી’ લેવાશે, જાણો તારીખ
શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ નોંધનીય વાત એ રહી છે કે, કોરોના પહેલા નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ મહિનામાં શરૂ કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો તે રદ કરાયો છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધી જે રીતે ચાલી રહ્યું છે તે મુજબ નવું શૈક્ષણિક સત્ર યથાવત રહેશે.
આ વર્ષની જેમ આવતા વર્ષે પણ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા વહેલી લેવામાં આવશે. માર્ચ મહિનાના બદલે ધોરણ 10 અને 12 ની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ. 16 માર્ચ 2026ના રોજ પૂરી થશે. ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા તારીખ 9 એપ્રિલ થી શરૂ થઈ 20 એપ્રિલ 2026ના રોજ પૂરી થશે.
ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા તારીખ 16 જુનથી શરૂ થઈ 26 જુન ના રોજ પૂરી થશે જોકે આ બાબતે આ તારીખ હજુ સંભવિત દર્શાવી છે જ્યારે ધોરણ 9 થી 12 ની પ્રથમ શૈક્ષણિક સત્રની પરીક્ષા તારીખ 11 સપ્ટેમ્બર થી શરૂ થઈ 20 સપ્ટેમ્બરના રોજ પૂરી થશે. જ્યારે પ્રિલીમનરી પરીક્ષા તારીખ 16 જાન્યુઆરીથી શરૂ થઈ 24 જાન્યુઆરીના રોજ પૂરી થશે. બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષા 30 જાન્યુઆરીથી શરૂ થઈ 3 ફેબ્રુઆરી 2026ના રોજ પુરી થશે. અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા ૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ 13 ફેબ્રુઆરીએ લેવાશે.
