ઈ બાઈક આખી રાત ચાર્જિંગમાં મુક્યા બાદ થયો બ્લાસ્ટ : યુવતીનું મોત, જુઓ વિડીયો
સુરતના લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બનેલી આગની દુર્ઘટનામાં એક યુવતી મૃત્યુ પામી છે જયારે ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. સામે આવી છે. એવું કહેવાય છે કે, ઈ બાઈક આખી રાત ચાર્જિંગમાં મુક્યું હતુ, અને ત્યાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયતમાં એક હાર્ડવેર દુકાનની ઉપરના ભાગે રહેણાંક મકાનમાં પરિવાર રહેતો હતો, તેમનું ઈ બાઈક દુકાનના પાછળના ભાગે આખી રાત ચાર્જિંગમાં મુકેલુ હતું, તે સમયે વહેલી સવારે આગ લાગી હતી, અને આગ ફેલાતી ફેલાતી ગેસ સિલિન્ડર સુધી પહોંચતા મોટો બ્લાસ્ટ થયો, આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો દાઝી ગયા હતા જેમાં એક 18 વર્ષિય યુવતીનું મોત થયું છે.
બ્લાસ્ટના કારણે દુકાનની પાછળની દિવાલ તથા ઘરના કાચના દરવાજા પણ તૂટી ગયા.સૂત્રો અનુસાર, આગ દુર્ઘટનામાં દાઝી ગયેલા લોકોમાં પાંચે લોકો એક જ પરિવારના હતા, જેમાં દોલારામ સિરવી (ઉ.46), ચંપાબેન દોલારામ સિરવી (ઉ.42), ચિરાગ સિરવી(ઉ.8), દેવિકા સિરવી (ઉ.14) અને મહિમા સિરવી (ઉ.18). જેમાં મહિમા દોલારામ સિરવીનું ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યું છે.