Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

ભાજપનો પાટીદાર બેલેન્સનો માસ્ટર પ્લાન: પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મૌલેશ ઉકાણી સાથે બેઠક

Tue, June 16 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે 2027ની વિધાનસભાની રણભેરી અત્યારથી જ વગાડી દીધી છે. ગુજરાતમાં પાટીદાર વોટબેંકને પોતાની સાથે જોડી રાખવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કડવા પાટીદાર સમાજના અગ્રણી અને સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે હાઈપ્રોફાઈલ બેઠક કરી. આ પહેલાં ડેપ્યુટી CM હર્ષ સંઘવી લેઉઆ પાટીદારના પ્રમુખ નરેશ પટેલને મળી ચૂક્યા છે. લેઉઆ-કડવા બંને સમીકરણ સાધીને ભાજપ 2027ની ચૂંટણી માટેનું ગ્રાઉન્ડ અત્યારથી જ તૈયાર કરી રહ્યું છે.

રાજકોટમાંથી શરૂ થયેલી આ બેઠકોની શ્રેણી ભાજપની ભવિષ્યની રાજનીતિનો સંકેત આપી રહી છે. સ્થાનિક સ્વરાજ્યમાં મળેલા જનાદેશને આધાર બનાવીને પાર્ટીએ હવે વિધાનસભાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: અમરેલીમાં સિંહણનો નરભક્ષી હુમલો: વતન જવા નીકળેલા યુવકને ફાડી ખાધો

મૌલેશ ઉકાણી સાથે મહત્વની ચર્ચા 

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી સાથે વિસ્તૃત મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સામાજિક અને રાજકીય સમીકરણો, સમાજની અપેક્ષાઓ અને 2027ની રણનીતિ અંગે વિગતે ચર્ચા થઈ. ચૂંટણી પહેલાં જ કડવા પાટીદારોને સંતોષીને બેલેન્સ જાળવો એ ભાજપનો મુખ્ય ઉદ્દેશ છે.

લેઉઆ બાદ કડવા પાટીદાર પર ફોકસ 

આ બેલેન્સિંગની રાજનીતિની શરૂઆત થોડા દિવસ પહેલાં જ થઈ ચૂકી છે. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લેઉઆ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી. પહેલા લેઉઆના સર્વેસર્વા અને હવે કડવાના પ્રમુખ સાથે સિનિયર નેતાઓની મુલાકાત સ્પષ્ટ કરે છે કે ભાજપ પાટીદાર સમાજના બંને મોટા જૂથોને સાથે રાખવા માંગે છે.

2027નું સમીકરણ સેટ 

ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર મતદારોની ભૂમિકા નિર્ણાયક રહી છે. 2017ની પાટીદાર આંદોલન બાદ ભાજપે આ સમાજને સાથે રાખવા સત પ્રયાસો કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ હવે પાર્ટી સમાજના ટોચના આગેવાનો સાથે સીધો સંવાદ કરીને 2027 માટેનો આધાર મજબૂત કરી રહી છે. જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની આ બેઠકોને આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ‘માસ્ટર પ્લાન’ તરીકે જોવામાં આવી રહી છે.

હવે આ બેઠકો બાદ ભાજપ પાટીદાર સમાજને કઈ રીતે રાજકીય રીતે રિપ્રેઝન્ટ કરે છે અને ટિકિટ ફાળવણીમાં બેલેન્સ કેવી રીતે જાળવે છે તેના પર સૌની નજર રહેશે.

Tags:

AllianceBuildingBJPBJPsPatidarBalanceCommunityEngagementDiversityInPoliticsElection2024GrowingSupportGujaratPoliticsJagdishVishwakarmaLeadershipMeetingMauleshUkaniPatidarCommunityPatidarInclusionPolicyMakingPoliticalDialoguePoliticalLeadershipPoliticalStrategyStatePresident

Share Article

Other Articles

Previous

અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને કેટલોક ફાયદો થશે?

Next

ગોમતી ઘાટ પર કરંટનો કહેર: બે શ્રદ્ધાળુ પાણીમાં તણાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
ઈમ્પેક્ટ ફી ભરી મિલકત કાયદેસર કરાવવાની મુદ્દતમાં સાતમી વખત વધારો
3 મિનિટutes પહેલા
જેણે અનેક આગને કાબૂ’માં લીધી તે ફાયર ફાઈટર હવેભંગાર’માં વેચાશે
6 મિનિટutes પહેલા
યુધ્ધ ભલે અટક્યું, રસોડાનું યુધ્ધ ભાવ વધારા સાથે યથાવત
39 મિનિટutes પહેલા
દેશમાં બેરોજગારીનો દર વધીને 11 માસની ટોચે  પહોંચ્યો
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3100 Posts

Related Posts

રાજકોટના GMSCLના ગોડાઉનમાં લાખોની સરકારી દવા વરસાદમાં ભીંજાઇ જવાનો મામલો : 6 કર્મચારીઓ ઘરભેગા
ગુજરાત
8 મહિના પહેલા
કટરાથી શ્રીનગર વચ્ચે ટ્રેનનો સફળ ટ્રાયલ રન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોંગ્રેસ ઉમેદવારી નોંધાવશે કે કેમ તે શંકા છે…જુઓ આવું ક્યાં કહ્યું સી.આર. પાટિલે…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં આત્મઘાતી હુમલાનું કાવતરું નિષ્ફળ : પોલીસે ISIS મોડ્યુલનો પર્દાફાશ કરી બે આતંકવાદીને ઝડપી લેવાયા
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર